તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મ:માવતરની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપનગર જૈન સંઘમાં જયસુંદર સૂરીશ્વરજીએ માવતરની સ્થિતિ વર્ણવી

મહેસાણા શહેરના શ્રીઉપનગર જૈન સંઘમાં ગુરૂવારના પ્રેરણામૃતમાં પ્રવચનકાર પૂ.આચાર્યશ્રી જયસુંદર સૂરીશ્વરજી મ.સા.અે કહ્યું હતું કે, છેલ્લા ઘણા વખતથી મા-બાપોની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ રહેલી દેખાય છે. એક બાજુ સંતાનો મોબાઈલ વગેરે દ્વારા વધુને વધુ આઝાદી કે સ્વચ્છંદતા ભોગવતા થઈ રહ્યા છે. મા-બાપ જો મોબાઈલ ગેમ વગેરે ન અપાવે તો સંતાનો બળવો પણ કરતા હોય છે. મા-બાપ જાણે છે કે, આ બધું સંતાનને ઊચ્છુંખલ, આવારા, ઉદ્ઘુત બનાવનારૂ છે.

પણ બળવો કરનારને ન અપાવે તો સંતાનો શું ન કરે તે કાંઈ કહેવાય નહીં. આપઘાતની ધમકી પણ આપે તેથી મા-બાપને ના છૂટકે અપાવું જ પડે. આ પરિસ્થિતિમાં મફત સલાહ દાતા લેખક મંડલો તરફથી મા-બાપને ઠપકા જેવી સલાહો મેળતી હોય છે કે, તમારા સંતાનોને લાગણીવશ થઈને બધી માગણીઓ સંતોષશો નહિ. કંટ્રોલ રાખો, ધ્યાન રાખો. તમારા સંતાનો મોબાઈલ વગેરેનો કેવો દુરુપયોગ કરે છે, બહુ વધારે પડતી છૂટછાટ ન આપો.

બીજી બાજુ, મફત સલાહ દાતા લેખક મંડલો સંતાનો અને યુવાનોમાં લોકપ્રિય બનવા માટે, વ્હાલા થવા માટે, તેઓને આકર્ષવા માટે મા-બાપને એવી મફત સલાહો આપતા હોય છે કે, સંતાનોને બહુ કહે કહે કરવાનું નહીં, એના ઉપર નિયંત્રણો લાદવાના નહીં. એને ભણાવવા માટે વારંવાર ટોક ટોક કરવાનો નહીં. એના ફ્રેન્ડ સર્કલ સાથે બેસીને કોઈ પણ ઠટ્ઠા મશ્કરીઓ કરે તો આંખ આડા કાન કરો. તું પરીક્ષામાં કેમ નપાસ થયો એવું પણ પૂછવાનું નહીં.

એની કોમળ લાગણીઓને આઘાત પહોંચે છે એટલે તેઓ આપઘાત કરી દે છે. બંને બાજુથી પરસ્પર વિરુદ્ધ મફત સલાહો દ્વારા પ્રાપ્ત થવાથી મા-બાપ મુંઝાય છે. ખાસ તો એવું સ્પષ્ટ તરી આવે છે કે એ લેખક મંડળોને મા-બાપની કાંઈ પડી નથી. મા-બાપનો જ વાંક દેખાય છે. એમની તરફેણમાં કોઈ નથી લખતા. બધા યુવાનોની જ તરફેણમાં લખ લખ કરે છે. મા-બાપોની આ કેવી લાચારી.

અન્ય સમાચારો પણ છે...