ખેતી નિયામક વિભાગ:ખેતીની 49 યોજના માટે 21 ફેબ્રુ- 21 માર્ચ સુધી પોર્ટલ ખુલ્લુ રહેશે

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોજનાની પૂર્વ મંજૂરી મળ્યા બાદ અરજી સાથે દસ્તાવેજો કચેરીમાં જમા કરાવાશે

દર વર્ષે 1 મહિના માટે ખેતીવાડી વિભાગની યોજનાઓ માટેનું પોર્ટલ રાજ્યના ખેતી નિયામક વિભાગ દ્વારા ચાલુ સાલ માટે આગામી 21 ફેબ્રુઆરીએ શરૂ કરાશે. વિવિધ પ્રકારની 49 યોજનાઓ સાથે આગામી તા.21 માર્ચ સુધી આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ રહેશે.઼

ખેતીવાડી વિભાગની ટ્રેકટર, થ્રેશર, રોટાવેટર, ટીલર, પાણીના ટાંકા, ગોડાઉન, પંપ સેટ સહિતની વિવિધ 49 યોજના સાથે 21 ફેબ્રુઆરીથી ખેડૂતો ikhedut.gujarat.gov.in પર જઇ ઓનલાઇન અરજી કરી શકશે. આ પોર્ટલ 21 માર્ચે બંધ થશે. ખેડૂતોએ ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. યોજનાની પૂર્વ મંજૂરી મળ્યા બાદ જ ઓનલાઇન અરજીની પ્રિન્ટ સાથે જરૂરી દસ્તાવેજો જોડી સંબંધિત કચેરીએ જમા કરાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...