પોલીસની કામગીરી:મહેસાણામાં મોઢેરા બસ સ્ટેન્ડથી ગુમ કિશોરને પોલીસે 18 કલાકમાં શોધ્યો

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરના જગાણાની હોસ્ટેલમાં જવા નીકળેલો કિશોર ગુમ થયો હતો
  • હોસ્ટેલમાંથી ઘરે આવતાં હોસ્ટેલમાં ન ફાવતું હોવાનું માતા-પિતાને જણાવ્યું હતું

મહેસાણાના મોઢેરા બસ સ્ટેશનથી પાલનપુરની જગાણા હોસ્ટેલમાં જવા નીકળેલો 15 વર્ષીય કિશોર 5 સપ્ટેમ્બરના રોજ હોસ્ટેલમાં ન પહોંચીને ગુમ થતાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી માત્ર 18 કલાકમાં કિશોરને પાલનપુરથી શોધી કાઢ્યો હતો.

મહેસાણાના દિવાનપુરામાં ઠાકોર માધાજી ભૂપતાજીના તબેલા ઉપર રહેતા જીવરાજભાઈ દેવાભાઈ રબારીનો 15 વર્ષીય દીકરો કિસ્મત જગાણામાં કુમાર બક્ષીપંચ છાત્રાલયમાં રહી હાઈસ્કૂલમાં ભણે છે. કિસ્મત ગત 28 ઓગસ્ટે રજા લઈ પોતાના ઘરે આવ્યો હતો અને માતા-પિતાને હોસ્ટેલમાં ન ફાવતું હોવાનું જણાવ્યું હતું. ત્યારે સમજાવટ બાદ તે હોસ્ટેલમાં જવા તૈયાર થયો હતો અને ગત 5 સપ્ટેમ્બરે રોહિતજી સવારે મહેસાણા દૂધ આપવા જતા હતા. ત્યારે જગાણા હોસ્ટેલમાં જવા તેમની ઇકોમાં કિસ્મત પણ સાથે આવ્યો હતો અને મોઢેરા બસ સ્ટેશને ઉતર્યો હતો.

સાંજે પિતા જીવરાજભાઈએ જગાણા હોસ્ટેલના ગૃહપતિને ફોન કરી કિસ્મત હોસ્ટેલમાં પહોંચ્યો કે નહીં તેની તપાસ કરતાં તે હાઈસ્કૂલ કે હોસ્ટેલમાં ન આવ્યો હોવાનું જાણવા મળતાં સગા સંબંધીઓ અને મિત્રોના ઘરે તપાસ કર્યા બાદ કિસ્મત ન મળતાં જીવરાજભાઈએ દીકરો ગુમ થયાની ફરિયાદ ગુરુવારે રાત્રે બી ડિવિઝન પોલીસમાં નોંધાવતા ફરિયાદ નોંધાતાની સાથે જ પીએસઆઇ ત્રિપાઠી અને તેમની ટીમે કિશોરને શોધી કાઢવા ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી શુક્રવારે બપોરે પાલનપુરથી ગુમ થયેલ કિસ્મતની શોધી કાઢ્યો હતો.

થોડાક સમય માટે જ ફોન શરૂ કરતાં મળ્યો
ગુરુવારે રાત્રે 7:30 કલાકે ફરિયાદ નોંધાયા બાદ કિસ્મતના ફોનના લોકેશનના આધારે પોલીસની ટીમે તેને શોધવા પ્રયત્નો શરૂ કર્યા હતા. પરંતુ તેણે પોતાનો ફોન બંધ રાખ્યો હોવાથી પોલીસ મૂંઝાઈ હતી. બીજી તરફ માત્ર થોડાક સમય માટે કિસ્મતે ફોન ચાલુ કરતાની સાથે જ પોલીસે તેનું લોકેશન મેળવી શુક્રવાર બપોરે 2 કલાકે કિસ્મતને પાલનપુર થી શોધી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...