કાર્યવાહી:વડનગર પંથકમાંથી ગુમ સગીરાને ડાંગના આહવાથી પોલીસે શોધી કાઢી

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગીરાનું અપહરણ કરનાર જોટાણાના અજબપુરાનો યુવક ઝબ્બે
  • ડાંગ જિલ્લામાં પૂર્ણા નદીના ડેમની કામગીરીમાં બંને કામ કરતા હતા

વડનગરના સ્માર્ટ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ગુમ સગીરાને મહેસાણા પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ડાંગ જિલ્લાના આહવાથી શોધી કાઢી હતી. તેની સાથેના યુવકને પણ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

કેટલાક સમય પૂર્વે વડનગરના સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો. જેમાં ગુમ સગીરાને શોધવા કામગીરી કરી રહેલી મહેસાણા પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ અને કિરણજીને ગુમ થયેલી કિશોરી ડાંગ જિલ્લામાં હોવાની મળેલી બાતમીને આધારે પોલીસની ટીમે વર્કઆઉટ કરી ડાંગ જિલ્લામાં પહોંચી ગ્રામજનોને કિશોરીનો ફોટોગ્રાફ બતાવતાં જિલ્લાની પૂર્ણા નદી ઉપર બની રહેલા ડેમની કામગીરીમાં આ બંને કામ કરતાં હોવાનું બહાર આવ્યું હતું.

ઘટના સ્થળે પહોંચીને પોલીસની ટીમે ભોગ બનનાર કિશોરીને શોધી કાઢી હતી. સાથે તેણીનું અપહરણ કરનાર જોટાણા તાલુકાના અજબપુરા ગામના ઠાકોર વસંતજી વિનુજીને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ઝડપાયેલા આરોપીને વધુ તપાસ અર્થે વડનગર પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...