નાસતો-ફરતો આરોપી ઝડપાયો:કડી, બાવલું, છાપી પોલીસ મથકમાં પ્રોહિબિશનના ત્રણ ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચી લીધો

મહેસાણા3 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા પેરોલ ફ્લો ટીમે બાતમીના આધારે કડી, બાવલું, છાપી બનાસકાંઠાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ત્રણ ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં વધુ તપાસ માટે કડી પોલીસને આરોપીને સોંપવામાં આવ્યો છે. ​​​​​​​​​​​​​​મહેસાણા પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમો નાસતા ફરતા આરોપીઓને ઝડપવા અલગ-અલગ ટીમો બનાવી કામગીરીમાં હતા. એ દરમિયાન ASI નરેન્દ્રસિંહ થતા હેડ કોન્સ્ટેબલ મુકેશ ભાઈને બામતી મળી હતી કે કડી, બાવલું, છાપી પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી વાઘેલા પ્રતાપસિંહ વિક્રમસિંહ મહેસાણા શિવાલા સર્કલ પાસે હોવાની જાણ થતાં ટીમે ત્યાં જઈને આરોપીને દબોચી લીધો હતો. તેમજ તેને ઝડપીને કડી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...