• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The People Of Undhai Village In Mehsana Paid Homage To Natukaka, The Friend Said 'Ronak Was Overwhelmed When They Came To The Village'

નટુકાકાના વતનમાં શોકનો માહોલ:મહેસાણાના ઉંઢાઈ ગામના લોકોએ નટુકાકાને શ્રદ્ધાંજલિ પાઠવી, મિત્રએ કહ્યું- 'તેઓ જ્યારે ગામમાં આવતા ત્યારે રોનક છવાઈ જતી'

મહેસાણા24 દિવસ પહેલાલેખક: અપૂર્વ રાવલ
  • 5 ધોરણ સુધી નટુકાકાએ ઉંઢાઈ ગામમાં જ અભ્યાસ કર્યો હતો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકનું નિધન થતા તેના વતન મહેસાણાના ઉંઢાઈમાં શોકનો માહોલ છવાયો છે. ઉઁઢાઈ ગામ કે જ્યાં નટુકાકાનો જન્મ થયો અને 5 ધોરણ સુધી અહીં જ શિક્ષણ લીધું હતું. નટુકાકાના નિધનથી તેના બાળપણના મિત્રોમાં શોકનો માહોલ છવાયો છે. તેઓએ કહ્યું કે- તેઓ જ્યારે પણ ગામમાં આવતા ત્યારે ગામમાં રોનક છવાઈ જતી.

મહેસાણાના ઉંઢાઈ ગામમાં થયો હતો જન્મનટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકનો મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉંઢાઈ ગામમાં જન્મ થયો હતો. નટુકાકા અહીં ગામમાં જ મોટા થયા ધોરણ 1 થી 5 સુધીની શિક્ષણ પણ ઉંઢાઈ ગામમાં જ લીધું હતું. ત્યારબાદ તેઓ મુંબઈ જતા રહ્યા હતા. નટુકાકાના નિધનના સમાચાર ઉંઢાઈ ગામમાં મળતા જ તેના બાળપણના મિત્રો અને ગામલોકોમાં શોકનો માહોલ છવાયો છે.

આ નવરાત્રિ નટુકાકા વગર સુની રહેશે- ગ્રામજનો
ઉંઢાઈ ગામના લોકોએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નવરાત્રીની આઠમના દિવસે નટુકાકા ચોક્કસ ઉંઢાઈ ગામમાં હાજરી આપતા. આઠમના દિવસે ઉંઢાઈ ગામમાં આવેલા માતાજીના મંદિરે તેઓ દર્શન કરવા આવતા અને ગામલોકો સાથે પણ મુલાકાત કરતા હતા. ગામલોકોએ કહ્યું કે, આગામી નવરાત્રીએ નટુકાકાની ખોટ સાલશે.

ગામની મુલાકાત સમયે ગ્રામજનો સાથે મુલાકાતની તસવીર
ગામની મુલાકાત સમયે ગ્રામજનો સાથે મુલાકાતની તસવીર

નટુકાકા બાળપણથી જ હાસ્યા પીરસતા રહેતા
ઈશ્વર ભાઈ ગામમાં રહેતા અને નટુકાકા સાથે બાળપણ વિતાવનાર ઈશ્વરભાઈ પટેલે કહ્યું કે, હું અને ઘનશ્યામ સાથે અભ્યાસ કરતા હતા. ઘનશ્યામ બાળપણમાં જ લોકોને હસાવતો રહેતો હતો. તેનો ચહેરા પર સદાય હાસ્ય જોવા મળતું. અમે સાથે ભણ્યા અને ખૂબ મસ્તી કરી છે. તેના નિધનના સમચાર સાંભળી દુઃખ થયું છે. ભગવાન તેના આત્માને શાંતિ આપે.

નટુકાકાના બાળપણના મિત્ર ઈશ્વરભાઈ પટેલ
નટુકાકાના બાળપણના મિત્ર ઈશ્વરભાઈ પટેલ

નટુકાકાનું બાળપણ ઉંઢાઈ ગામમાં વિત્યું
77 વર્ષની વયે ફાની દુનિયાને અલવિદા કહેનાર નટુકાકાનું બાળપણ નાના એવા ઉંઢાઈ ગામમાં વિત્યું હતું. તેઓએ જે મકાનમાં બાળપણ વિતાવ્યું હતું તે મકાન આજે પણ ગામમાં જોવા મળે છે. જો કે, હાલ તેમાં કોઈ અન્ય પરિવાર વસવાટ કરે છે.

નટુકાકાનું બાળપણ વિત્યું તે મકાનની તસવીર
નટુકાકાનું બાળપણ વિત્યું તે મકાનની તસવીર

ઉંઢાઈ આવતા ત્યારે પાડોશીના ઘરે રોકાણ કરતા
નટુકાકા જ્યારે પણ ઉંઢાઈ આવતા ત્યારે ગામમાં પોતાની પાડોશમાં રહેતા પરિવારને ત્યાં રોકાણ કરતા. હર્ષે જણાવ્યું હતું કે, તેઓ થોડા મહિના પહેલા પોતાને ત્યાં આવ્યા હતા અનને એક દિવસ રોકાણ કર્યું હતું. તેઓ જ્યારે ઉંઢાઈ ગામ આવતા ત્યારે બધા લોકોને પરિવારજનોની માફક હાલચાલ પૂછતા.

ઉંઢાઈ ગામમાં આવેલું લાખેશ્વર મહાદેવનું મંદિર
ઉંઢાઈ ગામમાં આવેલું લાખેશ્વર મહાદેવનું મંદિર

વડનગરની BN હાઈસ્કૂલમાં બાળકો સાથે કોમેડી કરતા ​​​​​​
ઘનશ્યામ નાયકનો વીડિયો વાઈરલવડનગરમાં આવેલ બી.એન. હાઈસ્કૂલમાં એક પોગ્રામમાં નટુકાકા એટલે ઘનશ્યામ નાયકે હાજરી આપી હતી. જ્યાં બાળકોને તેઓએ ખૂબ હસાવ્યા હતા. જોકે વીડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, હવે "ઘનશ્યામ નાયક નામ ભૂલી ગયા લોકો પણ હવે મારું નામ નટુકાકા પડી ગયું નટવરલાલ કેવા? પ્રભાકર લાલ ઉંઢાઇ વાળા" એક કહી બાળકો સામે હાસ્ય રેલાવતા ઘનશ્યામ નાયક વીડિયોમાં જોવા મળી રહ્યા છે.