આરોપી ફરી જેલ હવાલે:ખૂનની કોશિશ અને ગુજસીટોકના ગુનામાં વચગાળાના જામીન પર આવી ફરાર થયેલા આરોપીને પેરોલ ફ્લો ટીમે દબોચી લીધો

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ખૂનની કોશિશ અને ગુજસીટોકના ગુનામાં જેલમાંથી વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. મહેસાણા પેરોલ ફ્લો ટીમે બાતમીના આધારે ભાસરિયા ગામેથી ગુજસીટોકના આરોપીને ઝડપી પાડી ફરી એકવાર જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. ​​​​​​​મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ખૂનની કોશિશ અને ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપયા બાદ અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો જ્યાં આરોપી વચગાળાના જામીન પર બહાર આવી છેલ્લા ચાર માસથી જેલમાં પરત ફર્યો ન હોતો. જેથી આરોપીને ઝડપવા મહેસાણા પેરોલ ફ્લો ટીમ કામે લાગી હતી. પેરોલ ફ્લો ટીમના માણસોને બાતમી મળી હતી કે, આરોપી મનીષ ઉર્ફ ભુરિયો કાંતિલાલ પરમાર હાલ ભાસરિયા ગામે પોતાના ઘરે હજાર છે. એવી જાણ થતાં જ પેરોલ ફ્લો ટીમે તેના ગામે જઇ આરોપીને ઝડપી પાડી ફરી એકવાર સાબરમતી જેલમાં મોકલી આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...