તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાયજ્ઞ:પાંચોટની સાર્વજનિક હોસ્પિટલને 10 ઓક્સિજન મશીન ભેટ મળ્યા

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુએસએ સ્થિત માધવ પરિવારનો સેવાયજ્ઞ
  • ઓક્સિજનની જરૂર સમયે દર્દીઓને અપાશે

મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેર બાદ સંભવિત ત્રીજી લહેરને ડામવા તંત્ર સહિત સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ એક બન્યા છે. મહેસાણા તાલુકાના પાંચોટ ગામના યુએસએ સ્થિત માધવ પરિવાર દ્વારા ગામની સાર્વજનિક હોસ્પિટલને 10 ઓક્સિજન મશીન અર્પણ કરાયાં છે.

પાંચોટ ગામના એનઆરઆઇ બી. માધવ પરિવારના સભ્યો બાબુભાઈ પટેલ, પરેશભાઈ મથુરભાઇ પટેલ, હરેશભાઈ પટેલ દ્વારા અમેરિકન કંપનીએ બનાવેલા 10 ઓક્સિજન મશીન U.S.A.થી અત્રે મોકલી આપ્યા છે. પાંચોટ સાર્વજનિક હોસ્પિટલને અપાયેલા આ ઓક્સિજન મશીનની કેપેસિટી 10 લિટરની છે. કોરોનાના દર્દીને ઓક્સિજનની તકલીફ પડતી હોય અને જરૂર પડે તો ઓક્સિજન મશીન બી. માધવ આરોગ્ય સંકુલ સ્થિત સાર્વજનિક હોસ્પિટલમાં ડોક્ટર તથા મંત્રી દેવેન્દ્રભાઈ પટેલ (પટેલ જવેલર્સ)નો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...