મહેસાણામાં ગોપીનાળા પાસે મુખ્ય માર્ગ પર આવેલ અને જર્જરીત હાલતમાં ઊભેલા ગાંધી શોપિંગ સેન્ટરનો ઉપયોગ બંધ કરી રીનોવેશન કરાવવા નગરપાલિકાના અલ્ટીમેટમ પછી વેપારીઓએ આ માટેની તજવીજ શરૂ કરી છે. બીજી તરફ, મંગળવારે પણ કેટલીક દુકાનો રાબેતા મુજબ કામકાજ સાથે ચાલુ રહી હતી. આથી સાંજે 5.30 વાગે નગરપાલિકા દ્વારા આ તમામ દુકાનો બંધ કરાવી હતી અને રોડ સાઇડ બેરીકેટ મૂકી દીધા હતા.
ગાંધી શોપિંગ સેન્ટરમાં વેપારીઓ દ્વારા રીનોવેશન કરાવવા માટે જીઇબીમાં વીજ જોડાણ કાપવા માટે અરજી કરાઇ છે. હજુ કેટલીક દુકાનો આખા દિવસ ચાલુ રહેતાં લોકોની અવર જવર રહેતાં જોખમ હોઇ નગરપાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે સાંજે ખુલ્લી દુકાનોને બંધ કરાવી હતી અને બુધવારથી તમામ દુકાનો સદંતર બંધ રાખવા કડક સૂચના અપાઇ હતી. વેપારીઓએ રીનોવેશન ન થાય ત્યાં સુધી ઉપયોગ નહીં કરવા, નહીં તો દુકાન સીલ કરવાની ફરજ પડશે તેવી તાકીદ કરાઇ હોવાનું નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.