• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The One Who Installs Two wheelers In One Job Says, We Will Go After Planning Two three Works, Petrol In Mehsana City Will Cross Rs 100

બટેજ ખોરવાયું:મહેસાણા શહેરમાં પેટ્રોલ રૂ.100ને પાર, એક કામે ટુવ્હીલરનો આંટો લગાવનારા કહે છે, બે-ત્રણ કામોનું આયોજન કરીને જઈશું

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પેટ્રોલના ભાવ ભડકે બળ્યા,કરકસર કરવી જ પડે તેવી સ્થિતિ

પેટ્રોલના ભાવ જોત જોતામાં લિટરે રૂ. 100નો આંકડો વટાવી જતાં સામાન્ય અને મધ્યમ પરિવાર માત્ર ચિંતામાં જ નથી મૂકાયો પણ વાહનનો ઉપયોગ કરતાં પહેલા વિચારતો થયો છે.પેટ્રોલના ભડકે બળતા ભાવે સામાન્ય નોકરીયાત અને વેપારી વર્ગની આવક સામે ખર્ચના ઘરેલુ બજેટને અસર કરી છે.મહેસાણા શહેરમાં પેટ્રોલનો ભાવ ગુરુવારે રૂ. 100.16 એ પહોંચ્યો છે ,તો ડીઝલના ભાવ પણ સેન્ચ્યુરીને અારે રૂ. 99.99.68 સુધી પહોચી જતાં ખાદ્ય સામગ્રીના ભાવો ઊંચકાવાથી મોંઘવારીનો માર ચોમેરથી આવ્યો છે.

ગેસ, તેલ અને પેટ્રોલ ત્રણેયના ભાવ ઊંચકાયાની સામે એટલે આવકમાં ઝડપથી વૃધ્ધિ ન થઇ હોઇ મોંધવારીમાં વાહનથી માંડીને રસોડા મેનેજમેન્ટ સુધી માઠી અસર વર્તાઇ રહી છે.મહેસાણા રાધનપુર રોડની સોસાયટીમાં રહેતા રોહિત પ્રજાપતિએ કહ્યુ કે, હવે તો ટુવ્હીલર લઇને ઘરેથી બહાર જતાં પહેલા વિચારવુ પડે એવુ છે, રાંધણ ગેસના ભાવ વધ્યા, તેલ મોંઘુ થયુ અને આ દરમ્યાન રોજ પેટ્રોલ વધીને રૂ. 100 થી વધી ગયુ, હવે તો કરકસર કરવી જ પડે તેવી સ્થિતી અાવી ગઇ છે.

બાઇક ચાલક મુંકુન્દભાઇ પટેલે કહ્યુ કે,પેટ્રોલના ભાવ ભડકે બળતા બાઇકનો ઉપયોગ ઓછો કરી દીધો, જરૂરી કામ સિવાય ઘરેથી બાઇક લઇને જવાનું નહી.પહેલા બજારમાં એક કામ હોય અને તરત બાઇક લઇને ઉપડી જતા પણ હવે બે -ત્રણ કામ સાથે જ બજારનો આંટો લગાવવાનો.ક્યાંક 10 થી 15 કિલોમીટર બાઇક લઇને જવાનું થતુ ત્યાં હવે કોઇ મિત્રના વાહનમાં કે બસ પકડીને જવાનું આયોજન કરવુ પડશે.

મહેસાણામાં પેટ્રોલ ડીઝલના ભાવ
ગુરુવારે ભાવમાં 0.29 પૈસાનો વધારો
પેટ્રોલ બુધવાર ગુરુવાર

ભારત પેટ્રોલીયમ 99.87 100.16
એચ.પી(નોર્મલ) 99.77 100.06
એચ.પી( પાવર) 103.21 103.50
ઇન્ડીયન ઓઇલ 99.85 100.14

ડીઝલમાં ભાવમાં 37 થી 38 પૈસાનો વધારો
ડીઝલ બુધવાર ગુરુવાર

ભારત 98.68 99.05
એચ.પી(નોર્મલ) 98.57 98.95
એચ.પી(ટર્બો) 101.93 102.31
ઇન્ડીયન 98.65 99.03

હિંમતનગર
પેટ્રોલ : 100.71
ડીઝલ : 99.58

પાલનપુર
પેટ્રોલ: 99.91,
ડીઝલ: 98.81

પાટણ
પેટ્રોલ : 100.07
ડીઝલ : 98.96

અન્ય સમાચારો પણ છે...