કોરોના અપડેટ:જિલ્લામાં આજે નવા 13 કોરોના કેસ સામે આવતા એક્ટિવ કેસની સંખ્યા 57 થઈ

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી ઉજ્જૈન અને અમદાવાદની સામે આવી

મહેસાણા જિલ્લામાં સતત કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે જિલ્લામાં ગઈકાલે 14 તો આજે નવા 13 કેસ સામે આવતા કોરોના એક્ટિવ કેસનો ગ્રાફ એકાએક ઉંચો આવી જતા મહેસાણા જિલ્લા માટે એક ચિંતાનો વિષય બનવા પામ્યો છે. આજે નવા 13 કેસ સામે આવતા હવે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 57 પર પહોંચી છે.

મહેસાણા જિલ્લામાં એક અઠવાડિયાના સમય ગાળા દરમિયાન કોરોના એ એકાએક માથું ઊંચક્યું છે જેમાં એક્ટિવ કેસનો આંકડો 57 પર પહોંચી ગયો છે આજે શહેરી વિસ્તારમાં 6 અને ગ્રામ્યમાં 7 મળી કુલ 13 કેસ સામે આવ્યા છે. આજે મહેસાણા શહેરના મોઢેરા રોડ પર 20 વર્ષીય યુવાન,નાગલપુર વિસ્તારમાં 36 વર્ષીય પુરુષ,રામોસણા રોડ પર 42 વર્ષીય પુરુષ,પાલાવાસણા 36 વર્ષીય પુરુષ, ઊંઝામાં રુષતમ નગરમાં 57 વર્ષીય પુરુષ,ઉનાવામાં 8 વર્ષીય બાળક,28 વર્ષીય યુવાન,55 વર્ષીય મહિલા, વિસનગર શહેર માં મહેસાણા ચોકડી પાસે 35 વર્ષીય પુરુષ,વિસનગરના કાસામાં 33 વર્ષીય પુરુષ,કડાંમાં 73 વર્ષીય વૃદ્ધ અને કડી સિટીમાં વાત્સલ્યનવરમાં 33 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.

જેમાં મહેસાણાના પાલાવાસણા માં એક્ટિવ કેસની હિસ્ટ્રી ઉજ્જૈન અને વિસનગર ના કાસામાં સામે આવેલા કેસની હિસ્ટ્રી અમદાવાદ ગયા હોવાનું સામે આવ્યું છે આજે નવા 2744 સેમ્પલ લેવામાં આવ્યા છે જેના પરિણામ આવતીકાલે જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...