ઓફલાઇન શિક્ષણ:બીજા દિવસે શાળાઓમાં ધો. 1 થી 5ના બાળકોની સંખ્યા વધીને 41.55 ટકા થઇ

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 66.33 ટકા વાલીએ બાળકોને શાળાએ મોકલવા સંમતી આપી

મહેસાણા જિલ્લામાં કોરોના કહેર હળવો થતાં 20 મહિના બાદ ધોરણ 1 થી 5ના બાળકોની શાળા ખુલ્યાના મંગળવારે બીજા દિવસે 66.33 ટકા વાલી બાળકોને શાળાએ મોકલવા સંમત થયા છે અને તે પૈકી 41.55 ટકા બાળકો શાળામાં શિક્ષણમાં જોતરાયા છે. પહેલા દિવસ કરતાં બીજા દિવસે શાળામાં બાળકોની હાજરીમાં અઢી ગણો વધારો આવ્યો હતો. જે ધીમે ધીમે વધશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

મહેસાણા જિલ્લામાં કુલ 986 પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં કુલ 1,17,449 પૈકી મંગળવારે 48,811 વિદ્યાર્થીઓ આવ્યા હતા, જ્યારે 77,915 વાલીએ બાળકને શાળાએ મોકલવા સંમતીપત્ર આપી દીધા છે. શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું કે,હજુ વાલીઓના સંમતીપત્ર આવી રહ્યા છે. ધોરણ 6 થી 8ની જેમ હવે ધોરણ 1 થી 5માં પણ મોટાભાગે બાળકો એકાદ અઠવાડિયામાં શાળામાં રાબેતા મુજબ આવતા થશે.

બીજા દિવસે હાજરી

તાલુકોસંમતીપત્રહાજર
બહુચરાજી59703604
જોટાણા32501704
કડી135807861
ખેરાલુ38503935
મહેસાણા173259879
ઊંઝા32213414
વિજાપુર93505925
સતલાસણા56803199
વડનગર63413871
વિસનગર93485416
કુલ7791548811
અન્ય સમાચારો પણ છે...