તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:મહેસાણા સિવિલમાં બીજા દિવસે "વેક્સિન ડોઝ નથી'નું બોર્ડ લાગ્યું

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા શહેરમાં વેક્સિનના ડોઝ ઓછા ફાળવાતાં હાલાકી
  • પરા પંખીઘરમાં સવારે 10.40 વાગે જ સ્ટોક પૂરો

ઓનલાઇન રજીસ્ટ્રેશન એપોઇનમેન્ટ વગર વેક્સિનેશનનું મહાઅભિયાન શરૂ કર્યા પછી મહેસાણા શહેરમાં વેક્સિન સેન્ટરો ઉપર લોકોનો ધસારો વધી રહ્યો છે. પરંતુ લોકોના ધસારા સામે વેક્સિનનો સ્ટોક મર્યાદિત આવતાં અધિકાંશ લોકોને વેક્સિન લીધા વિના ઘરે પાછા જવું પડી રહ્યું છે. મંગળવારે મહેસાણા સિવિલ હોસ્પિટલના પ્રથમ માળે બપોરે 1 વાગ્યા સુધીમાં જ વેક્સિનના 80 ડોઝ પૂરા થઇ જતાં હવે સ્ટોક નથી તેવું બોર્ડ લગાવી દેવાયું હતું, જે વાંચીને લોકો પરત ફરતા હતા. આવી સ્થિતિ અન્ય સેન્ટરોમાં પણ જોવા મળી હતી. શહેરના પરા પંખીઘર સેન્ટરમાં બીજા ડોઝમાં 40 જ ડોઝ આવ્યા હતા, જે સવારે 10.40 વાગે પૂરી થઇ ગયા હતા.

ત્રીજીવાર ધક્કો પડ્યો
અહીં પુનિતનગરથી એક્ટિવા ઉપર દાદીને વેક્સિન અપાવવા લઇને આવેલા સમીબેન ઠાકોરે કહ્યું કે, વેક્સિન માટે ત્રીજી વખત ધક્કો પડ્યો છે. સુરેખાબેન અને બબીતાબેન સથવારા પણ વેક્સિન વગર પરત ફર્યાં હતાં. પિલાજીગંજ ડોસાભાઇ ધર્મશાળા સેન્ટરમાં 40 ડોઝ બપોરે 1 વાગે જ ખલાસ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...