તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સાહ:બીજા દિવસે 3 કેમ્પ ઘટાડ્યા, છતાં 1664 યુવાનોએ રસી લીધી

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા સિવિલ હોસ્પિટલ અને દ્વારકાપુરી ફ્લેટ કેમ્પમાં 232 યુવાનોએ રસી લીધી, 2 દિવસમાં 4367એ મૂકાવી

જિલ્લામાં રવિવારે 18+ના 1664 મળી 2 દિવસમાં 4367 યુવાનોએ કોરોનાની રસી લીધી હતી. રવિવારે મહેસાણામાં ત્રણ સેન્ટર ઓછા કરી જનરલ હોસ્પિટલ અને દ્વારકાપુરી ફ્લેટ ખાતે જ વેક્સિનેશન કેમ્પ કરાયો હતો. જેમાં જનરલ હોસ્પિટલ ખાતે 118 અને દ્વારકાપુરી ફ્લેટ કેમ્પમાં 114 મળી કુલ 232 યુવાનોને વેક્સિન અપાઇ હતી. જિલ્લામાં તમામ વયના કુલ 5074 મળી આજ દિન સુધી કુલ 4,59,763 લોકોએ રસી લીધી છે.

મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે શનિવારે કોવેક્સિનના ડિફોલ્ટ મેસેજમાં યુવાનોને વેક્સિન વગર ફેરો પડ્યો હતો, આ સિલસિલો રવિવારે પણ ચાલુ રહ્યો હતો. ડીફોલ્ટ મેસેજ આવ્યો છે તેમણે ફરીથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેવું સેન્ટરના સૂત્રોએ કહ્યું હતું. જ્યારે વેક્સિનેશનના સમય, સેન્ટર સાથેના મેસેજમાં ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં ખુલતા નામના યુવાનોને રાબેતા મુજબ વેક્સિન અપાઇ હતી. શનિવારે થોડા હોબાળા બાદ રવિવારે સિવિલ હોસ્પિટલ ખાતે હથિયારધારી પોલીસ ગોઠવાઇ હતી. વેક્સિનના પ્રથમ દિવસ કરતાં બીજા દિવસે તંત્રએ ઓછા મેસેજ છોડી ડોઝમાં ઘટાડો કર્યો હતો. રવિવારે પણ યુવાનો ઉત્સાહભેર વેક્સિનેશનમાં જોડાયા હતા.

આજે અહીં 18થી 44ની વયના લોકોને રસી અપાશે

 • મહેસાણા સિવિલ હોસ્પિટલ
 • પાલાવાસણા ઓએનજીસી
 • કડી અર્બન હેલ્થ સેન્ટર
 • કડી ચંપાબા હૉલ
 • વિજાપુર સીએચસી
 • પામોલ પીએચસી
 • બહુચરાજી સામૂહિક આરોગ્ય કેન્દ્ર​​​​​​​
 • પીએચસી સૂરજ​​​​​​​
 • ઊંઝા આયુર્વેદિક દવાખાનું​​​​​​​
 • પીએચસી ઉનાવા​​​​​​​
 • વિસનગર અર્બન હેલ્થ સેન્ટર​​​​​​​
 • પીએચસી ઉમતા
 • ખેરાલુ બગીચાનો હૉલ​​​​​​​
 • સતલાસણા પેટા આરોગ્ય કેન્દ્ર​​​​​​​
 • ​​​​​​​વડનગર નાગરિક મંડળ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો