મોઢેરા ખાતે રૂ.1.91 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા એસટી સ્ટેન્ડનું ભાજપના નેતાઓના હસ્તે ધૂમધામથી ઉદઘાટન તો કરાયું, પરંતુ લોકોને જે સુવિધા મળવી જોઇએ તે નહીં મળતાં કચવાટ ઊભો થયો છે. ઐતિહાસિક સૂર્યમંદિર અને સમસ્ત મોઢ જ્ઞાતિનાં કુળદેવી મોઢેશ્વરી માતાજીના સ્થાનકને લઇ રોજબરોજ અનેક લોકો મોઢેરા આવતા હોય છે.
વર્ષો બાદ મોઢેરાને અદ્યતન એસટી સ્ટેન્ડ મળ્યું છે. પરંતુ કંટ્રોલરૂમ સિવાય એકપણ સુવિધા લોકોને મળતી નથી. એસટી સ્ટેન્ડ શરૂ થવા છતાં પાલનપુર, સિદ્ધપુર અને ડીસા ડેપોની બસો સૂર્યમંદિરથી બાયપાસ બહુચરાજી જઈ રહી છે. તો અહીં પાસ કાઢવાની સુવિધા, રિઝર્વેશન, પાર્સલની સુવિધા, કેન્ટીન અને સ્ટોલ ચાલુ થયાં નથી. આ તમામ સુવિધા શરૂ કરવા ધારાસભ્ય ભરતજી ઠાકોરે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુને લેખિત રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.