તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાનૂની સેવા:મહેસાણા જિલ્લામાં 10 જુલાઇએ નેશનલ લોક અદાલત યોજાશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની તમામ તાલુકાની કોર્ટમાં લોક અદાલત યોજાશે

મહેસાણા જિલ્લા તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં 10 જુલાઈના રોજ સવારે 10.30 કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એક્સિડન્ટ ક્લેઈમ પીટીશન, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138ના ચેક રીર્ટનના કેસો, ભરણ પોષણના કેસો, ફેમીલી કેસો, જમીન વળતરના કેસો, મજૂર કાયદાને લગતા કેસો, મહેસુલી તકરારના કેસો, વીજ તથા પાણી બીલ (ચોરી સિવાયના) કેસો, ભાડાના, બેન્ક વસુલાત, સુખાધીકાર હક્ક, મનાઈ હુકમ, દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાન લાયક કેસો મુકી શકાશે.

કાનૂની સેવા સમિતિનો 7 જુલાઈ સુધીમાં સંપર્ક કરી શકશે
જેથી જાહેર જનતાને તથા તમામ પક્ષકારોને લોક અદાલતમાં પોતાના કેસો રજુ કરવા અરજી કરી શકશે. જે અરજદારો પોતાના પેન્ડીંગ કેસો લોક અદાલતમાં મુકવા ઈચ્છુક હોય તો તેઓએ સબંધીત કોર્ટનો અથવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહેસાણા અથવા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિનો 7 જુલાઈ સુધીમાં સંપર્ક કરી શકશે. કાનૂની સેવા સત્તા મંડળ, અધિનિયમના નિયમ 21 હેઠળ લોક અદાલતમાં કેસોનું સમાધાન અથવા પતાવટ કરવામાં આવી હોય તેવા કેસોમાં કોર્ટ ફી રીફંડ કરી આપશે. જેથી સબંધકર્તા તમામ પક્ષકારોને તેઓના કેસો લોક અદાલતમાં મુકવા અને સુખદ નિરાકરણ પાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...