હર ઘર તિરંગા:જિલ્લામાં 6 લાખ મિલકતો પર આનબાન શાનથી રાષ્ટ્રધ્વજ લહેરાવાશે

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4 લાખથી વધુ તિરંગાનું વિતરણ કરાશે, 13-15 ઓગસ્ટ હરઘર તિરંગા અભિયાન

આઝાદ ભારતનાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી યાદગાર રહે તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તા. 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાનાર છે. ત્યારે જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વિવિધ સંસ્થાઓ તેમજ રાજ્ય સરકાર થકી 4 લાખથી વધુ તિરંગાનું વિતરણ લોકોને કરવામાં આવનાર છે અને 6 લાખથી વધુ મિલકતો ઉપર આ અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ લહેરાવાશે.

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને મહેસાણા જિલ્લાના વિવિધ વેપારી,સહકારી સંગઠનો સાથે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેકટરે જણાવ્યું કે હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રપ્રેમની ભાવનાને વ્યક્ત કરવાનો અવસર છે.

આ અવસરને ઝીલીને રાષ્ટ્રધ્વજને આન-બાન-શાન સાથે સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, સ્કૂલ-કોલેજો, દુકાનો, રેલ્વે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, જાહેર સ્થળો, સરકારી કર્મચારીઓ અને દરેક નાગરિકે પોતાના ઘર ઉપર ફરકાવવા જોઈએ. આ પ્રસંગે તિરંગાના વેચાણ અને વિતરણ વ્યવસ્થા બાબતે ખાસ ચર્ચા કરાઇ હતી આ બેઠકમાં, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી, એ.પી.એમ.સીના ચેરમેનો, વિવિધ એકમોના, હોટલ એસોશિયેશનના અગ્રણીઓ, વેપારી, સામાજિક, સહકારી સંગઠનોના હોદ્દેદારો, અધિકારીઓ હાજર હતા.

કોણ કેટલા રાષ્ટ્રધ્વજ વિતરણ કરશે
પંચાયત વિભાગ94હજાર
શહેરી વિકાસ55હજાર
પોસ્ટ ઓફિસ દ્વારા40હજાર
ભાજપ પાર્ટી1.40 લાખ
દૂધસાગર ડેરી40હજાર
ઊંઝા એપીએમસી15હજાર
બાકી એપીએમસી15હજાર
અન્ય સંસ્થાઓ15હજાર
આ સિવાય અલગઅલગ જગ્યાએથી રાષ્ટ્રધ્વજનું વિતરણ થવાનું છે

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...