તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:હત્યા કરીને ફેંકી દેવાયેલો યુવાન માલાપુરનો નીકળ્યો

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેરાલુના નોરતોલ કેનાલમાંથી મળેલી લાશની ઓળખ થઇ
 • ક્રૂરતાપૂર્વક આંગળીના નખ ખેંચ્યા હોવાનું અનુમાન

ખેરાલુ તાલુકાના નારતોલ ગામે કેનાલમાંથી મળી આવેલી લાશ બાજુના માલાપુર ગામના ગુમ થયેલા યુવાનની હોવાનું ખુલ્યું છે. હત્યા પહેલાં યુવાનના હાથ અને પગની આંગળીના નખ ખેંચવામાં આવ્યા હોવાનું હાલના તબક્કે મનાઇ રહ્યું છે.

નારતોલ ગામે કેનાલમાંથી હત્યા કરેલી યુવાનની લાશ મળી આવવાના કેસમાં પોલીસ તપાસ દરમિયાન સતલાસણા તાલુકાના માલાપુર ગામના લક્ષ્મણસિંહ ગલાલસિંહે ખેરાલુ સિવિલમાં પહોંચી લાશની ઓળખ કરી હતી. જેમાં લાશ 45 વર્ષીય તેના નાનાભાઇ કિરણસિંહ ગલાલજીની હોવાનું જણાવ્યું હતું. મૃતક કિરણસિંહ ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં ફરતાં શોધખોળ ચાલી રહી હતી, તે સમયે તેની હત્યાના સમાચાર મળતાં પરિવારજનોમાં શોક છવાયો હતો.

જ્યારે મૃતકના હાથ અને પગના નખ ખેંચી કાઢ્યા હોય તેવું જણાઇ રહ્યું છે ત્યારે પોલીસના મતે લાશને જ્યારે ઢસડી ત્યારે બંને પગના ઢીંચણ અને પગની આંગળીઓ પર થયેલી ઇજાને કારણે નખ ઉખડી ગયા હોઇ શકે. પોલીસે તેના પરિવારજનોના નિવેદન લઇ હત્યાનું પગેરું દબાવવા પ્રયાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો