તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • The Murdered Body Of A Young Man Was Found Near A Canal In Kheralu's Nartol, With A Six To Seven Inch Deep Wound On The Head Of The Deceased.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ખેરાલુના નારતોલમાં કેનાલ પાસેથી યુવાનની હત્યા કરેલી લાશ મળી, મૃતકના માથામાં છ થી સાત ઇંચનો ઊંડો ઘા છે

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેરાલુ પોલીસે પેનલ તબીબની મદદથી પીએમ કરાવ્યું

ખેરાલુ તાલુકાના નારતોલથી રણછોડપુરા વચ્ચે આવેલી કેનાલ પાસેથી શુક્રવારે બપોરે અજાણ્યા યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતાં પોલીસે પેનલ તબીબની મદદથી સ્થાનિક સિવિલમાં પીએમ કરાવી મૃતકની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. નારતોલ કેનાલ પાસે આશરે 40થી 45ની ઉંમરના યુવાનની હત્યા કરેલી લાશ પડી હોવાની જાણ થતાં લોકોના ટોળા જામ્યા હતા. બનાવ સ્થળે પહોંચેલી ખેરાલુ પોલીસે તપાસ કરતાં તેના માથાના ભાગે છ થી સાત ઇંચનો ઉંડો ઘા હોઇ હત્યાની આશંકા સાથે પોલીસે તેનું ખેરાલુ સિવિલમાં પેનલ તબીબની મદદથી પીએમ કરાવ્યું હતું. મહેસાણા એસપી અને ડીવાયએસપીએ પણ ઘટના સ્થળનું નિરીક્ષણ કરી તપાસ અધિકારીને સૂચના આપી હતી. જો કે વધુ તપાસ બાદ જ તમામ યુવકના મોત પાછળના સવાલોના જવાબો મળશે.

અન્ય જગ્યાએ હત્યા કરી લાશ અહીં ફેંકાયાનું અનુમાન
ખેરાલુ પીઆઇ સી.બી. ગામીતે જણાવ્યું કે, મૃતકના માથામાં ઇજા જોવા મળી છે. સાથે તેના ઢીંચણ પણ છોલાયેલા છે. હાલના તબક્કે મૃતકની હત્યા અન્ય જગ્યાએ કરીને લાશ અહીં ફેંકી હોવાનું લાગે છે. મૃતકના કપડામાંથી રૂ.100ની નોટ સિવાય કોઇ ઓળખ મેળવી શકીએ તેવું નહીં મળતાં આસપાસના ગામોમાં તેમજ અન્ય જિલ્લાઓમાં ગુમ થયેલા યુવાનોની તપાસ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો