તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકનોલોજી:મહેસાણા સિટી-1ના પમ્પિંગ સ્ટેશનોમાં દેખરેખ માટે પાલિકા સ્કાડા સિસ્ટમ લગાવશે

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીનું લેવલ, મોટર ચાલુ-બંધ સહિતની તમામ જાણકારી મોબાઇલ એપથી રાખી શકાશે

મહેસાણા સિટી-1માં ગટર સફાઇના કોન્ટ્રાક્ટ માટે પાંચમી વખત પાલિકાએ ટેન્ડર કર્યું છે. આ દરમિયાન સોમવારે મળેલી ભૂગર્ભ ગટર સમિતિની બેઠકમાં સિટી-1 વિસ્તારના શાસક પક્ષના સભ્યોને પણ બેઠકમાં બોલાવાયા હોઇ ગટર સફાઇ અને મરામત તેમજ પમ્પિંગ સ્ટેશનોની મરામત- નિભાવણીના ટેન્ડરની શરતો માટે સૂચનો લેવાયા હતા. જેમાં સિટી-1ના ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશનોમાં આવનાર એજન્સીરાહે સ્કાડા સિસ્ટમ લગાવવા નક્કી કરાયું હતું. જોકે, કારોબારી સમિતિ અને સામાન્ય સભામાં પરામર્શના અંતે આખરી નિર્ણય લેવાશે.

નગરપાલિકા હોલમાં યોજાયેલી ભૂગર્ભ ગટર સમિતિની બેઠકમાં ચેરમેન સંજય બ્રહ્મભટ્ટે કહ્યું કે, પમ્પિંગ સ્ટેશનોમાં સ્કાડા સિસ્ટમ લગાવવાથી તેમાં પાણીનું લેવલ, મોટર ચાલુ-બંધ સહિતની તમામ જાણકારી અધિકારી-પદાધિકારી તેમના મોબાઇલ એપથી રાખી શકાય. જેથી પમ્પિંગ સ્ટેશનમાં સ્ટાફ પણ ઓછો રાખવો પડે. ચર્ચાના અંતે ટેન્ડરમાં ઉમેરો કરવા સૂચન લેવાયું હતું. જ્યારે ગેરકાયદે ગટર જોડાણ શોધી દંડ વસુલવા અંગેના મુદ્દે સમિતિના સદસ્ય પ્રો. રમેશભાઇ પટેલે વેરામાં કેટલી મિલકતનો ગટર વેરો ભરાતો નથી તેની ચકાસણી કરી પછી સ્થળ પર ગટર જોડાણ છે કે નહીં તે ચેક કરવા સૂચન કરાયું હતું.સફાઇ કામકાજની ચર્ચામાં સદસ્યએ પરામાં ગટરની કુંડીનું ઢાંકણું લગાવ્યે બે મહિના થયા ત્યાં તૂટી ગયું છે.

ફરિયાદનો સમયસર નિકાલ ના કરે તો રૂ.2000 પેનલ્ટી
બેઠકમાં હવે ગટર ઉભરાવાની સમસ્યામાં ફરિયાદ મળ્યા પછી એજન્સીએ 48 કલાકમાં સોલ્વ કર્યાની સ્લીપમાં ફરિયાદીની સહી લેવી પડશે. ગટરની સામાન્ય ફરિયાદનો સમય મર્યાદામાં નિકાલ નહીં લવાય તો રૂ.2000 પેનલ્ટી લેવાશે. કોન્ટ્રાક્ટરે કયા કેટલા સાધનો રાખવા સહિતની શરતોનો ટેન્ડરમાં સૂચનો સાથે સમાવેશ કરાયો હતો.

વરસાદી પાણીના નિકાલ માટે અમરપુરા તળાવ ડેવલપ કરો
મહિલા સદસ્યાએ કહ્યું કે, સોમનાથ રોડ વાલ્મિકીવાસમાં દર ચોમાસામાં પાણી ભરાઇ રહેતાં ડૂબમાં જાય છે. એક વ્યક્તિનું મોત થયું હતું. ખાડાના ભાગમાંથી વરસાદી પાણી નિકાલ વ્યવસ્થાનું સૂચન કરાયું હતું. જ્યારે એક સદસ્યએ તાવડિયા રોડ હાઉસિંગમાં ભરાતા પાણીના નિકાલ માટે અમરપુરા તળાવ ડેવલપ કરવા સૂચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...