રાહત:નગરપાલિકાએ આખરે કોવિડ સહાયનાં ફોર્મની વ્યવસ્થા કરી

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં મૃતકના પરિજનોને ઝેરોક્ષ સેન્ટરે મોકલતા હતા
  • જન્મ-મરણ શાખામાં​​​​​​​ પરિશિષ્ટ-1ની 200 કોપી મૂકાઇ

કોવિડ મૃત્યુ સહાય માટે જરૂરી પરિશિષ્ટ-1 ફોર્મ મહેસાણા પાલિકામાં ન હોઇ અરજદારોને બહાર ઝેરોક્ષ સેન્ટરે લેવા જવું પડતું હતું. જે અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થતાં જ બુધવારે નગરપાલિકા પ્રમુખે ત્વરિત પરિશિષ્ટ-1 ફોર્મની વ્યવસ્થા કરવા શાખાને આદેશ કર્યો હતો. જેને પગલે 200 કોપીની વ્યવસ્થા કરાતાં અરજદારોને બુધવારથી જન્મ-મરણ શાખામાંથી જ ફોર્મ મળવાની સુવિધા મળતી થઇ હતી.

કોવિડ મૃત્યુ સહાય માટે એમસીસીડીની નકલ મેળવવા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતના તલાટી અને શહેરી વિસ્તારમાં પાલિકાના જન્મ-મરણ રજીસ્ટ્રાર કચેરીએ સાદા કાગળમાં કે પરિશિષ્ટ-1 ફોર્મમાં વિગતો દર્શાવીને અરજી કરી શકે છે. આ પરિશિષ્ટ-1 કચેરીથી મળી રહે તેવી વ્યવસ્થા કરવા તમામ પાલિકાના ચીફ ઓફિસર અને તાલુકાના ટીડીઓને નિવાસી અધિક કલેકટરે જાણ કરી હોવા છતાં મહેસાણા પાલિકામાં અરજદારોને પરિશિષ્ટ-1 ફોર્મ લેવા બહાર ઝેરોક્ષ સેન્ટરે મોકલાતા હતા. જે અંગે પાલિકાનું ધ્યાન દોરતાં બુધવારે જન્મ-મરણ શાખામાં ફોર્મની 200 કોપીની વ્યવસ્થા કરી નિ:શુલ્ક વિતરણ શરૂ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...