નાગલપુર ગામથી શોર્ટકટ મોઢેરા રોડનો ડીપી ખોલવા માટે મહેસાણા નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી કવાયત મામલે રસ્તામાં આવતી જમીન ખાનગી માલિકીની હોવાથી માલિકે પાલિકામાં વાંધા અરજી આપી હતી અને દાવાનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી ડીપી રોડને લગતી કોઈ કાર્યવાહી નહીં કરવા રજૂઆત કરી છે.
નગરપાલિકા દ્વારા નાગલપુર ગામથી મોઢેરા રોડ સુધી મૂકવામાં આવેલ ડીપી રોડ ખુલ્લો કરવા છેલ્લા બે દિવસથી કવાયત હાથ ધરી ગુરૂવારે પાલિકાની ટીમે ખૂંટ મારવાની કામગીરી કરી હતી. ત્યારે રસ્તામાં આવતી ખાનગી જમીનના માલિક ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ નારણભાઈ પટેલે 15 માર્ચના રોજ પાલિકામાં લેખિત અરજી આપી વાંધો રજૂ કર્યો હતો.
તેમના જણાવ્યા મુજબ, નાગલપુર ગામની સીમના સર્વે નંબર 932 અને 937ની જમીનમાંથી 12 મીટર પહોળા ડીપી રોડ અંગે અનેકવાર વાંધા રજૂ કરાયા છે, સાથે મહેસાણા કોર્ટમાં આ અંગે દાવો પણ દાખલ કરેલો છે અને તેની મુદત 7 એપ્રિલના રોજ હોઇ ડીપી રોડ અંગે કોર્ટમાંથી કોઈ આખરી હુકમ ન થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવેની લેખિત રજૂઆત કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.