IELTS પરીક્ષા કૌભાંડ:મુંબઈ એમ્બેસીએ પણ મહેસાણા પોલીસ પાસે માહિતી માગી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય સૂત્રધાર અમિત ચૌધરી સહિત હજુ 42 આરોપીઓ પોલીસ પકડથી દૂર

રાજ્યવ્યાપી આઈઇએલટીએસ પરીક્ષા કૌભાંડમાં 45 આરોપીઓ સામે થયેલી ફરિયાદ બાદ મુંબઈ એમ્બેસીએ પણ મહેસાણા પોલીસ પાસે ફરિયાદની માહિતી માંગી છે. બીજી તરફ કૌભાંડમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓને કોર્ટે મંગળવારે મોડી સાંજે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર અમિત ચૌધરી સહિત 42 આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

વિદેશ જવા માટે જરૂરી એવી આઇઇએલટીએસની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસેથી તગડી રકમ મેળવી સેટિંગ કરી અન્ય રાઇટરો પાસે પ્રશ્નપત્ર લખાવી પરીક્ષામાં ઊંચા બેન્ડ અપાવી વિદેશ મોકલવાના કૌભાંડમાં મહેસાણા એસઓજીએ તપાસ બાદ 45 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. મુંબઈ એમ્બેસીએ મંગળવારે એસઓજી પીઆઈ ભાવેશ રાઠોડ પાસે ફરિયાદની વિગત માંગતા આરોપીઓની ડિટેઇલ અને જરૂરી માહિતી એમ્બેસીને પૂરી પાડવામાં આવી હતી.

ઝડપાયેલા ત્રણે આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર
IELTS પરીક્ષા કૌભાંડની તપાસ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈને સોંપાતાં તપાસ બાદ એસઓજીએ સમગ્ર કૌભાંડમાં ઝડપાયેલા સુપરવાઇઝર સન્ની પટેલ અને રાઇટર ગોકુલ મેનન તેમજ સાવંત ફર્નાડીઝને વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગણી કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણેયને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...