• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The Mother in law Was Torturing The Children As They Had Two Daughters, The Women's Aid Center Explained, Saving The Lives Of 10 People.

સમાધાન:સંતાનમાં બંને દીકરી હોઇ સાસરિયાં ત્રાસ આપતાં હતાં, મહિલા સહાયતા કેન્દ્રએ સમજાવી 10 લોકોના સંસારને તૂટતો બચાવ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાઈ-બહેન સાટા પદ્ધતિમાં પરણેલાં હોઇ છૂટાછેડા કરાય તો બંને પક્ષના પતિ-પત્ની અને 6 સંતાનો વિખૂટાં પડે તેમ હતાં

મહેસાણા જિલ્લામાં પોલીસ બેઈઝડ મહિલા સહાયતા કેન્દ્રએ બે પરિવારો વચ્ચે સમાધાન કરાવી બે મહિલા, 4 દીકરીઓ સહિત 10 લોકોના સંસારને તૂટતો બચાવી લીધો હતો. બે દીકરી હોવાથી મ્હેણાં મારી માનસિક ત્રાસ આપી ગર્ભવતી મહિલાને કાઢી મૂકી હતી. મહિલા સહાયતા કેન્દ્રએ બંને પરિવારો વચ્ચે સમાધાન કરાવી 10 જણાની જિંદગી બગડતાં બચાવી લીધી હતી.

મહેસાણા જિલ્લાનાં એક મહિલાનાં 10 વર્ષના લગ્ન જીવન દરમિયાન સંતાનમાં બે દીકરીઓ હતી. પતિ અને સાસુ-સસરાએ 3 વર્ષ સુધી સારી રીતે રાખ્યું હતું. પરંતુ, દીકરો નહીં હોવાથી પતિ અને સાસુ-સસરાએ મહેણાં મારી માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. મહિલા અને તેના ભાઈ સાટા પદ્ધતિથી પરણેલા હોઇ ભાઈને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો હતા. તેથી મહિલા રીસાઈને પિયર જાય તો બંને પરિવારના 10 લોકોની જિંદગી બગડે તેમ હતી. તેથી તેઓ મૂંગાં મોંઢે સહન કરે જતા હતા. એક દિવસ સાસુ-સસરાએ 7 માસનો ગર્ભ રહેલો હોવા છતાં પુત્રવધૂ સાથે ઝઘડો કરી ઘરમાંથી કાઢી મૂકી હતી.

તેથી મહિલાના ભાઈએ પણ તેની પત્નીને કાઢી મૂકી હતી. મહિલાએ પોલીસ બેઈઝડ મહિલા સહાયતા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. કેન્દ્રનાં નિલમબેન પટેલ અને યામિનીબેન રાઠોડે મહિલાનાં સાસુ-સસરા, નણંદ અને પતિને બોલાવી દીકરો- દીકરી એકસમાન અંગે સમજાવી એક જણના કારણે 10 જણાની જિંદગી ખરાબ થશે તેમ સમજાવતાં બંને પરિવારો વચ્ચે સુખદ સમાધાન થયું હતું. સમાધાનના પગલે બંને મહિલાઓ પતિ સાથે સાસરે ગઈ હતી. 7 માસના ગર્ભ સાથે કાઢી મૂકેલી મહિલાને બાળક જન્મતાં બંને પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આમ, પોલીસ મહિલા સહાયતા કેન્દ્રના પ્રયાસથી 4 પતિ-પત્ની, 4 દીકરી અને 2 દીકરાની જિંદગી બગડતાં અટકી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...