તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીના અગોલની ઘટના:માતા-પુત્રી ટામેટાં લેવા ખેતરમાં ગયાં અને કારનો કાચ ફોડી 2.35 લાખ મત્તાની ચોરી

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂ.2.25 લાખની રોકડ ભરેલું પર્સ, 2 મોબાઇલ,કપડાં ગયાં

કડીના અગોલની સીમમાં મહિલા અને પુત્રી ખેતરમાં ટામેટાં લેવા ગયાં તે દરમિયાન ચોર ટોળકી તેમની કારનો કાચ તોડી રોકડ રૂ.2.25 લાખ મળી રૂ.2.35 લાખની મત્તા ચોરી ગઇ હતી. કડીના વિસતપુરા ગામના અને અમદાવાદ સીટીએમ ચાર રસ્તા પાસે શિરોમણી સોસાયટીમાં રહેતા રોમાબેન વિરમભાઇ પટેલ પુત્રી સાથે પિયર વિનાયકપુરા જઇ કાર લઇને પરત અમદાવાદ જતા હતા. ત્યારે અગોલ ગામની સીમમાં તેમના પિતાના ખેતરમાં ટામેટાનું વાવેતર કરેલું હોઇ રોડની સાઇડમાં કાર મૂકીને ખેતરમાં ગયા હતા.

અડધો કલાક બાદ જ્યારે ટામેટાં લઇને પરત ફર્યા ત્યારે કારનો ડ્રાઇવર સાઇડની પાછળના દરવાજાનો કાચ તૂટેલો જોઇ ચોંકી ગયા હતા. ગાડીમાં તપાસ કરતાં સીટ ઉપર મૂકેલો કપડાનો થેલો અને રોકડ રૂ.2.25 લાખ મૂકેલ લેડીઝ પર્સ તેમજ 2 મોબાઇલ, આધારકાર્ડ, લાયસન્સ, ચૂંટણીકાર્ડ સહિતના દસ્તાવેજો મળી રૂ.2.35 લાખની મત્તા ચોરાઇ હોવાનું માલુમ પડ્યું હતું. આથી તેમણે બાવલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો