શૌર્ય વારસો:કડીના ડાંગરવામાં વીરપુરુષોના સ્મારકો અને શૌર્ય આજે પણ ગ્રામજનોના દિલમાં જીવંત છે

નંદાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે પણ ગામમાં ભગવાને આપેલી કટાર અને તલવાર સાચવી રાખેલ છે

ભારત દેશએ વીરપુરુષોનો દેશ છે. જ્યાં જરૂર પડી ત્યાં વીર પુરૂષોએ પોતાના પ્રાણની આહુતિ આપીને પણ દેશ,ધર્મ,અબોલ પશુઓ અને માનવતાની રક્ષા કરી છે. આવા શુરવીરોના ના સ્મારકો કડી તાલુકાના ડાંગરવા ગામે તેમની શોર્ય ગાથા, પરાક્રમો અને સાહસ સ્વરૂપે આજે પણ ગ્રામજનોના દિલમાં જીવંત છે. ઉત્તર ગુજરાતના કડી તાલુકાના ડાંગરવા ગામની સ્થાપનાનો ઈતિહાસ પણ અનેરો છે. જેમાં વેજલસિંહજી ડાભી એ ડાંગરવા માં સ્વતંત્ર ડાભી રાજવંશની સ્થાપના કરી અને ડાંગરવા ગઢના શાસક બન્યા આમ મહારાજા શ્રી વેજલસિંહજી ડાભી કે જેઓ ડાભી રાજવંશના આદ્ય પુરૂષ તરીકે ગુજરાતમાં જાણીતા બન્યા.

જેઓનું સ્મારક ડાંગરવાની વચ્ચોવચ સ્થાપિત કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ઝાલોર પંથકમાં માતૃભૂમિ ના ઋણ ખાતર લડતા લડતા પોતાના પ્રાણીની આહુતિ આપનાર અર્જુનદેવસિંહજીનું સ્મારક મહાકાળી માતાજીના મંદિર પાસે છે. આ ઉપરાંત આ ભૂમિ પર 18મી સદી દરમિયાન ડાંગરવા માં અમરસિંહજી ડાભી અને અગરસિંહજી ડાભી જેવા વીર, સાહસી અને ધર્મપ્રેમી બન્ને ભાઈઓ થઈ ગયા. બંને ભાઈઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના ફેલાવવા માટે મોટું યોગદાન આપી રક્ષણ પૂરું પાડ્યું હતું. કાલુપુર મંદિર નિર્માણમાં પણ મહત્વનો ભાગ ભજવેલ છે.

અન્ય સમાચારો પણ છે...