હવામાન વિભાગ:30 સપ્ટેમ્બરે ઉ.ગુજરાતમાંથી ચોમાસુ સત્તાવાર વિદાય લેેશે

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના પશ્ચિમ છેડેથી ચોમાસુ વિદાય લેશે: હવામાન વિભાગ

આગામી 28 સપ્ટેમ્બરથી દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની રાજસ્થાન ના પશ્ચિમ છેડેથી વિદાયની શરૂઆત થશે. તેમજ 30 સપ્ટેમ્બરથી ઉ.ગુજ.માંથી ચોમાસુ વિદાય લઇ શકે તેમ છે. ત્યાર બાદ 21 દિવસ સુધી પવનની દિશા અનિયમિત રહેશે અને આગામી 22 ઓક્ટોબરથી ઉત્તર-પશ્ચિમ પવન સાથે શિયાળાની શરૂઆત થશે.

આ વર્ષનું ચોમાસું 99 દિવસનું રહ્યું છે. ચાલુ સાલે ઉત્તર ગુજરાતમાંથી 15 સપ્ટેમ્બરે ચોમાસુ વિદાય લેશે તેવો અંદાજ હતો,પરંતુ અંદાજ કરતાં ચોમાસુ 15 દિવસ વધુ લંબાયું છે.બીજી બાજુ 15 ઓક્ટોબરથી ઉત્તર ગુજરાતમાં શિયાળુ વાવણીના શ્રીગણેશ થશે. ચોમાસાના વિદાય સમયે 30 સપ્ટેમ્બરે દિવસ 11 કલાક 56 મિનિટનો રહેશે. એટલે કે, સવારે 6 કલાક 31 મિનિટે સૂર્યોદય અને સાંજે 6 કલાક 28 મિનિટે સૂર્યાસ્ત થશે.21 દિવસ બાદ એટલે કે, 22 ઓક્ટોબરના રોજ દિવસ 11 કલાક 27 મિનિટનો રહેશે. આ દિવસે સૂર્યોદય સવારે 6 કલાક 40 મિનિટ અને સૂર્યાસ્ત 6 કલાક 3 મિનિટે થશે. એટલે કે, 22 સપ્ટેમ્બર સુધીમાં દિવસ 29 મિનિટ નાનો થશે.

અન્ય સમાચારો પણ છે...