વિસનગરની અંગ્રેજોના સમયમાં બનેલી ઐતિહાસિક એમ.એન કોલેજને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે. આ કોલેજમાં અનેક દિગ્ગજ નેતાઓ અને કલા સાથે જોડાયેલા કેટલાક મહાનુભાવો અભ્યાસ કરી ચુક્યા છે. 75 વર્ષ જૂની આ કોલેજની ઇમારતને હેરિટેજમાં સ્થાન મળતા જિલ્લાભરના લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
ગુજરાતની પાંચ કોલેજને હેરિટેજમાં સ્થાન અપાયું જેમાં આ કોલેજનો સમાવેશ
ગુજરાત રાજ્યની પાંચ કોલેજોને હેરીટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાં વિસનગર ખાતે આવેલી ખ્યાતનામ ધરાવતી એમ.એન. કોલેજને પણ હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે. ગુજરાત પરમાર શૈક્ષણિક નગરી તરીકે ખ્યાતનામ વિસનગરની વધુ એક સફળતા મળી છે અને સમગ્ર ગુજરાતમાં વિસનગર નું નામ પણ હવે ગુંજતું થયું છે.
1946માં MNકોલેજનું નિર્માણ થયુ
કહેવાય છે કે, મહાત્મા ગાંધી સાથે થયેલી મુલાકાતથી પ્રેરિત થઈને વિસનગર શહેરના દાનવીર માણેકલાલ નાનચંદ દ્વારા વિસનગર ખાતે આવેલી પોતાની જમીન દાનમાં આપી હતી અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે વિસનગર ખાતે આ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. ઇસ. 1946માં વિસનગર ખાતે એમ.એન.કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. આ કોલેજ તે સમયે અજમેરથી અમદાવાદ સુધી જ્ઞાનનો પ્રકાશ ફેલવનારી એક માત્ર સંસ્થા હતી, જેમાં એ સમયે કોલેજને પ્રિન્સેસ ઓફ ડેશર્ટ કહેવામાં આવતી હતી.
1966-67માં PM મોદી પણ અહીં અભ્યાસ કરી ચૂક્યા
વિસનગર ખાતે આવેલી એમ.એન.કોલેજ હવે હેરિટેજ કોલેજ તરીકે ઓળખવા લાગે છે ત્યારે આ હેરિટેજ કોલેજની અંદર ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 1966-67ની સાલમાં પ્રી-સાયન્સમાં અભ્યાસ કરી ચુક્યા છે. અહીંયા PM મોદી સહિત 1967-68માં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, 1964માં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરી અને પૂર્વ નાણાં મંત્રી બી.કે ગઢવી સહિતના નેતાઓ અભ્યાસ કરી ચુક્યા છે.
75 વર્ષ પુરા થતા રજત જયંતિ મહોત્સવ ઉજવાશે
વિસનગર ખાતે આવેલી એમ.એન.કોલેજમાં હેરિટેજમાં સ્થાન મળતા હેરિટેજ બિલ્ડીંગ રીનોવેશનને લઇ નવી બાબતની વહીવટી મંજુરી મળે તે માટે શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરી દેવામાં આવી છે. ડિસેમ્બરમાં કોલેજને 75 વર્ષ પૂર્ણ તથા હોવાના કારણે રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવનાર છે.
75 વર્ષ જૂના બંને બિલ્ડિંગ આવા ફરી બનાવવા મુશ્કેલ: શિક્ષક
કોલેજના શિક્ષક કે.એમ જોશીએ ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કોલેજનો ભવ્ય ભૂતકાળ છે. PM મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ અહીંયા અભ્યાસ કરી ચુક્યા છે. તેમજ રઘુવીર ચૌધરી જેવા ખ્યાતનામ લેખકો જેવા એ પણ અભ્યાસ કર્યો છે. વૈજ્ઞાનિક, વિધવાન આ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે. જેથી આ કોલેજ ભવ્ય ભૂતકાળ ધરાવે છે અને એને હેરિટેજ બિલ્ડિંગમાં સ્થાન મળ્યું છે એ માટે હાલમાં ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ.
વધુમાં જણાવ્યું કે, કોલેજના બને બિલ્ડિંગ 75 વર્ષ જૂના છે હવે એનું જે આયુષ્ય કહેવાય જોવા જઈએ તો પૂરું થવાની તૈયારીમાં હોય પણ હેરિટેજ બિલ્ડિંગ જાહેર થયું એટલે આ બને બિલ્ડિંગ આમ તો વેલ મેન્ટેઇડ છે, પણ એના માટે જે ડોમ અને ડિઝાઇન છે એને ફરી મેઈન્ટેન કરી આખી બિલ્ડિંગ ની વિશેષતા છે તે વિશેષતા જાળવી રાખવામાં આવશે. જેથી આવું બિલ્ડિંગ આજની તારીખમાં બનાવવું શક્ય નથી. એટલે આ બિલ્ડિંગનું મેન્ટેનન્સ થાય એ ખૂબ જરૂરી હતું એ માટે રાજ્ય સરકાર એ મદદ પણ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.