તાપમાન:રાતનું લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધતાં ઠંડીનો પારો 18.7 0 થયો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે દિવસ-રાતના તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શક્યતા નથી

ઉત્તર ગુજરાતમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સુધી ઉચકાયું હતું. જેને લઇ મુખ્ય 5 શહેરોનું તાપમાન 18.4 થી 20.9 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. જેમાં ડીસાનું 18.4 ડિગ્રી, પાટણનું 18.5 ડિગ્રી, મહેસાણાનું 18.7 ડિગ્રી, મોડાસાનું 18.9 ડિગ્રી અને હિંમતનગરનું 20.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે, 5 શહેરોમાં 21 ડિગ્રીથી નીચા તાપમાનના કારણે ઠંડીનો અનુભવ યથાવત રહ્યો હતો. બીજી બાજુ દિવસનું તાપમાન 32.8 થી 33.4 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે દિવસ-રાતના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

અન્ય સમાચારો પણ છે...