રેસ્ક્યુ:મહેસાણાની મહિલા કિશોરીને વેશ્યાવૃતિમાં ધકેલે તે પહેલાં ભાગી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા રેલવે સ્ટેશને રડતી મળતાં પોલીસે અભયમને સોંપી
  • મા-બાપના મોતબાદ બહેનપણીના ઘરે રહેતી હોવાનું રટણ

મહેસાણા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ-1 ઉપર બાંકડે ગુમસુમ બેસીને રડતી યુવતીને જોઇ રેલવે પોલીસ મદદે પહોંચી હતી. મારું કોઇ નથી, માતા-પિતા 10 વર્ષ અગાઉ મરી ગયા હોવાનું રટણ કરતી યુવતી વાત છુપાવતી હોઇ તેને 181 અભયમને સોંપી હતી. અભયમ કાઉન્સિલરે પૂછપરછ કરતાં તેને કાળીબેન નામની મહિલા વેશ્યાવૃતિમાં ધકેલવા લઇને ફરતી હોવાનું ખુલતાં પોલીસનો સંપર્ક કરાયો હતો.

મહેસાણા રેલવે સ્ટેશનથી મળી આવેલી 19 વર્ષની કિશોરીએ રેલવે પોલીસ સમક્ષ તેના માતા, પિતાનું 10 વર્ષ પહેલાં મૃત્યુ થતાં વિસનગર કમાણા ચોકડી નજીક રહેતી મિત્રના ઘરે રહેતી હોવાનું અને મારું કોઇ જ નથી તેમ કહીને રડતી હોઇ વાત છુપાવતી હોવાનું માની તેને 181 અભયમને સોંપી હતી. કાઉન્સિલર રસીલાબેન અને એએસઆઇ રમીલાબેને યુવતીની પૂછપરછ કરતાં ચોંકાવનારી હકિકત ખુલી હતી. અભયમનાં કાઉન્સિલરે પણ આ કેસને અધૂરો નહીં છોડવાના નિર્ણય સાથે યુવતીએ આપેલી માહિતીને આધારે કાળીબેનને પકડી એ ડિવિજન પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...