તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મહેસાણા એસટી વિભાગ દ્વારા અંતરિયાળ ગામોની પૂરતી બસો ચાલુ કરવામાં ઠાગાઠૈયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આવક, સ્ટાફની ઘટ તેમજ સ્પેરપાર્ટસની અછત સહિતના કારણો આગળ ધરી
  • ગ્રામીણ રૂટો શરૂ નહીં કરાતાં મુસાફરો ખાનગી વાહનોમાં અપડાઉન કરવા મજબૂર

મહેસાણા એસટી વિભાગીય કચેરી નીચે આવેલા 12 ડેપો દ્વારા હજુ સુધી ગ્રામીણ અને અંતરિયાળ ગામોની પૂરતી બસો ચાલુ કરાઇ નથી. પરિણામે તાલુકા મથકે આવવા તેમજ ધંધા-રોજગાર કે નોકરી માટે કાયમી અપડાઉન કરતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. કોરોનાના કેસ ઘટતાં તમામ ડેપો દ્વારા એક્સપ્રેસ બસો તેમજ મુખ્ય હાઇવે પર દોડતી લોકલ બસોનું 100 ટકા સંચાલન શરૂ કરી દેવાયું છે.

પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં 100 ટકા સંચાલનમાં તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે. પરિણામે રોજિંદા મુસાફરોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. એસટી દ્વારા એક્સપ્રેસ બસ પ્રતિ કિમી રૂ.25 અને લોકલ બસ પ્રતિ કિમી રૂ.15 આવક મેળવે તો જ ચાલુ રાખવા આદેશ કરાયો છે. બીજી બાજુ, હાલમાં શાળા-કોલેજો બંધ હોવાથી પૂરતાં મુસાફરો ન મળતાં ગ્રામ્ય બસ સેવા ચાલુ કરાતી નથી.

સ્પેરપાર્ટસની અછત, સ્ટાફની ઘટ
તમામ ડેપોમાં ટાયર, સ્પેરપાર્ટસ, બુકિંગ મશીન, ઓઇલ, ગ્રીસ સહિતની અછતને કારણે પૂરતાં વાહનો ઉપલબ્ધ નથી. ડ્રાયવર-કંડક્ટર નિવૃત્ત થતાં અને સામે નવી ભરતી નહીં કરાતાં સ્ટાફની પણ ઘટ છે. બીજી બાજુ, ડ્રાઈવર કે કંડક્ટરને ડબલ ફરજ પર મોકલવામાં આવે તો એમને ઓવરટાઇમ અપાતો નથી. ડબલ નોકરી કરનારને એક રજાનો લાભ મળે છે. પરિણામે એસટીના 100 ટકા સંચાલનમાં તકલીફ પડી રહી છે.

બહુચરાજીમાં ડ્રાઇવર-કંડક્ટરની 47 જગ્યા ખાલી
બહુચરાજી ડેપોની વાત કરીએ તો, હાલમાં 41 સિડ્યુલ સાથે 198 ટ્રીપનું સંચાલન કરાય છે. મહેકમ પ્રમાણે કંડક્ટરની 22 અને ડ્રાઇવરની 25 જગ્યા ખાલી છે. તેમ છતાં દૈનિક 78 ટકા બસ સંચાલન ચાલુ હોવાનું સૂત્રોએ દાવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...