બાંહેધરી પત્ર:વ્યાપારીઓ ચાઇનીઝ દોરીનો વેપાર ન કરે એ માટે મહેસાણા પાલિકાએ વ્યાપારીઓ પાસે બાંહેધરી પત્ર લખાવ્યો

મહેસાણા17 દિવસ પહેલા

મહેસાણા પાલિકા દ્વારા આજે શહેર મા લાગેલા દોરી પતંગ ના વેપારીઓને ત્યાં જઇ ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ વેપારીઓને ચાઇનીઝ દોરી એને લગતો માલસામાન ના વેચવા પાલિકાએ આજે વેપારીઓ પાસે બાંહેધરી પત્ર લખવ્યો હતો

ઉતરાયણ નો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ ચાઇનીઝ દોરી વેંચતા ઈસમો હાલમાં ઠેરઠેર ઝડપાઇ રહ્યા છે.ત્યારે મહેસાણા પાલિકા દ્વારા મહેસાણા શહેર ના અલગ અલગ વિસ્તારમાં પતંગ દોરીના સ્ટોલ પર જઈ ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ બાદમાં વેપારીઓ ચાઇનીઝ દોરી કે તુકકલ વગેરે સમાન વેચી નહિ શકે અને જો વેંચતા ઝડપાસે તો માલ સમાન જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવી બાંહેધરી આજે પાલિકાએ વેપારીઓ પાસેથી લીધી હતી

અન્ય સમાચારો પણ છે...