તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:મહેસાણાના સાંસદે પોતાની ગ્રાન્ટમાંથી ચાર સરકારી શાળાઓને કોમ્પ્યુટર અર્પણ કર્યા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટીદાઉ, ધારુસણા, ધામણવા અને સાંથલની શાળાઓને કોમ્પ્યુટર અપાયા
  • આગામી દિવસોમાં વધુ કોમ્પ્યુટર ખરીદીને આપવામાં આવશે

મહેસાણા જિલ્લામાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના કામોને વેગ મળે તે માટે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક યુગમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને પ્રાથમિક માધ્યમથી જ કોમ્પ્યુટર અને ટેકનોલોજીનું જ્ઞાન મળતું રહે તે માટે સાંસદે પોતાની ગ્રાન્ટમાંથી જિલ્લાની કેટલીક જરૂરિયાત ધરાવતી સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર આપવાનું આયોજન કર્યું છે. પ્રથમ તબક્કે જિલ્લાની મોટીદાઉ, ધારુસણા, ધામણવા અને સાંથલ ગામની સરકારી પ્રાથમિક શાળાઓ શાળા દીઠ 4-4 કોમ્પ્યુટર અર્પણ કરવામાં આવ્યા છે. તો આગામી દિવસોમાં વધુ કેટલીક સરકારી શાળાઓને સાંસદની ગ્રાન્ટમાંથી કોમ્પ્યુટર ખરીદીને આપવામાં આવશે.

આ અંગે સાંસદ શારદાબેન પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ મારો મનગમતો વિષય છે. દેશનું ભવિષ્ય શિક્ષકો દ્વારા જ તૈયાર થાય છે. દેશની મોટી સમસ્યાઓ ભ્રષ્ટાચાર અને અનીતિ. શિક્ષકો નાનપણથી જ બાળકો ને દેશપ્રેમ, સાચું બોલવું અને ઈમાનદારીથી કામ કરવાનું શીખવાડશે તો આ દેશને વિશ્વ કક્ષાએ નંબર-વન બનતા કોઈ રોકી નહીં શકે. આજના આધુનિક જમાનામાં શાળાઓમાં ટેકનોલોજી યુક્ત ભણતર ખુબ જ જરૂરી છે. શાળાની કોઈપણ જરૂરિયાત હશે તો હું હંમેશા મદદ માટે તૈયાર છું.

અન્ય સમાચારો પણ છે...