તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મહેસાણા મામલતદાર સંકુલમાં રોજ 400 અરજદારોનો ધસારો રહેતાં સ્ટાફ વધારાશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેકટર અને અધિક નિવાસી કલેક્ટરે મામલતદાર સંકુલની મુલાકાત લીધી. - Divya Bhaskar
કલેકટર અને અધિક નિવાસી કલેક્ટરે મામલતદાર સંકુલની મુલાકાત લીધી.
  • અરજદારોની ભીડ જોઇ કલેક્ટર અને અધિક નિવાસી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કર્યું
  • અરજદારો માટે છાંયડો તેમજ ઝડપી કામ માટે કમ્પ્યુટર સિસ્ટમ વધારવા સૂચના

મહેસાણા મામલતદાર કચેરી સંકુલમાં જનસુવિધા કેન્દ્ર, સબ રજીસ્ટ્રાર અને પુરવઠા શાખામાં 400થી વધુ અરજદારોનો રોજબરોજ ધસારો રહેતો હોઇ ભીડ સર્જાઇ રહી છે. મંગળવારે પણ આ સ્થિતિ જોવા મળતાં જિલ્લા કલેકટર દ્વારા સ્થળ ચકાસણી કરીને અરજદારો માટે સુવિધા તેમજ ઝડપી કામગીરી માટે જરૂરી મેનપાવર વધારવા પ્રાન્ત અને મામલતદારને સૂચના અપાઇ હતી.

મંગળવારે સવારે મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં આવક-જાતિના દાખલા તેમજ પ્રમાણપત્રો માટે અરજદારોનો ધસારો રહ્યો હતો. જ્યારે જનસેવા કેન્દ્રમાં ચાર કમ્પ્યુટર હોઇ વધુ ધસારાના કારણે અરજદારોને લાંબો સમય લાઇનમાં ઊભા રહેવું પડે છે. તેવામાં સામાજિક અંતર પણ જળવાતું નથી. મામલતદાર કચેરીના બીજા માળે પ્રાંત કચેરી પણ કાર્યરત છે. નવા મૂકાયેલા પ્રાંત અધિકારી એમ.બી.પટેલ, મામલતદાર પંચાલ, રાજગોર, ના. મામલતદાર કે.કે.પરમારે બપોરે કલેક્ટર કચેરીએ પહોંચી અધિકારીનું વ્યવસ્થા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

બાદમાં સાંજે 5.30 વાગે કલેક્ટર એમ.વાય. દક્ષિણી, અધિક નિવાસી કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ મામલતદાર સંકુલ પહોંચ્યા હતા. જ્યાં જનસેવા કેન્દ્રમાં અરજીઓની ચકાસણી માટે અલગ કર્મી અને વધુ કમ્પ્યુટર ગોઠવવા સૂચના આપી હતી. અરજદારોની સગવડતા અને ઝડપથી કામ થઇ શકે તે માટે અરજીઓની સ્ક્રૂટીમાં સમય લાગતો હોઇ વધુ કર્મચારી મૂકવા સૂચવ્યું હતું. પ્રથમ માળે ઝેરોક્ષ સેન્ટર છે તે અરજદારોની અનુકૂળતા માટે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાવવા જણાવ્યું હતું. સાથે કામમાં ઝડપ આવે તે માટે મેનપાવર વધારી પ્લાનિંગ કરવા સૂચના આપી હતી.

અરજીઓની ચકાસણી માટે અલગથી વ્યવસ્થા કરાશે
મહેસાણા પ્રાંત અધિકારી એમ.બી. પટેલે કહ્યું કે, હાલ જનસેવા કેન્દ્રમાં ચાર કમ્પ્યુટર સિસ્ટમ ઉપર દાખલા કાઢવાનું કામ થાય છે, ત્યાં વધુ બે સિસ્ટમ કર્મી સાથે વધારીશું. અરજદારોને છાંયડા માટે જરૂર જણાય ત્યાં મંડપ લગાવીશું. અરજીઓની ચકાસણી માટે અલગથી વ્યવસ્થા કરવાનું આયોજન કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...