મહેસાણામાં આજે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ સરકારની બેધારી નીતિ સામે મહેસાણા કલેક્ટર કચેરી આગળ સવારે ધરણા યોજ્યા હતા. જ્યાં પોલીસે આવી તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
મહેસાણા શહેરમાં પેપર લિંક કૌભાંડ માટે જ્યારે કોંગ્રેસ વિરોધપર ઉતરી એ દરમિયાન તંત્રએ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓને કોરોનાને કારણે પરમિશન નહોતી આપી. જ્યારે પંજાબમાં PM મોદીના કાફલો રોકવા મામલે મહેસાણા ભાજપ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ વિભાગે કોઈ પ્રકારની કાર્યવાહી કરી નહોતી.
કોંગ્રેસ પાર્ટી શહેરમાં જ્યારે સરકાર સામે આંદોલન કરવા બેસે ત્યારે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી. તેમજ કોવિડની ગાઈડલાઈનનું બહાનું બતાવી હાંકી કાઢવામાં આવે છે. જ્યારે ભાજપ પક્ષને ધરણા કરવાની મંજૂરી મળતા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અકળાયા હતા.
સમગ્ર મામલે આજે મહેસાણા કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી મુઝબીલ ખાન પઠાણ, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ડો.મેઘા પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી, જયદીપસિંહ ડાભી સહિત કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ધરણા યોજ્યા હતા. જોકે, પોલીસ આવી તમામ લોકોને મહેસાણા એ ડિવિઝન લઇ ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.