કારોબારી બેઠક મળશે:આગામી 29 ઓક્ટોબરે મહેસાણા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ મળેલી બેઠક માં લેવાયેલા નિર્ણય પર ચર્ચ કરશે

મહેસાણા જિલ્લા પંચાયત ખાતે આગામી 29 ઓક્ટોબરે અને શુક્રવારના રોજ બપોરે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક યોજાશે. જેમાં અગાઉની બેઠકમાં થયેલી કાર્યવાહીની નોંધ લઇ રાખવામા આવશે. તેમજ અગાઉની બેઠકમાં લીધેલા નિર્ણય પર અમલવારી અહેવાલના અવલોકન કરવામાં આવશે.

જિલ્લા પંચાયત મહેસાણાની કારોબારી સમિતિની બેઠક આગામી સમયમાં યોજાશે. જેમાં જેમાં અગાઉની બેઠકમાં લેવાયેલા નિર્ણય પર લીધેલા પગલાંને અમલવારી અહેવાલ રજૂ કરશે. તેમજ જિલ્લા પંચાયત મહેસાણાની આયુર્વેદ શાખામાં રૂ. 30 હજારની સ્વંભંડોળની ગ્રાન્ટ વાપરવાની વહીવટી મંજૂરી આપવા માટે ચર્ચા કરશે. તેમજ અધ્યક્ષ સ્થાનેથી અને તેઓની મંજૂરીથી રજૂ થનારા કામો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...