નિર્ણય:ક્રિકેટ સ્ટેડિયમ,મલ્ટીપર્પઝ સ્પોર્ટસ કોમ્પ.નું સંચાલન એજન્સીને સોંપાશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકાની 26 ઓક્ટોબરે સામાન્ય સભા
  • સભામાં એજન્સી રોકવા ટેન્ડરની શરતો નક્કી કરાશે, બાકીવેરો વસૂલવા ઠેકેદાર રાખવા તૈયારી

મહેસાણા નગરપાલિકા દ્વારા મામલતદાર કચેરી સામે નવું ક્રિકેટ સ્ટેડિયમ અને બિલાડી બાગ સામે સ્વિમિંગ પુલ સાથે મલ્ટીપર્પઝ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે. જેનું કામ હવે પૂર્ણતાના આરે પહોંચ્યું છે, ત્યારે આ ક્રિકેટ સ્ટેડિયમ અને મલ્ટીપર્પઝ સ્પોર્ટસ કોમ્પલેક્ષના સંચાલન માટે ત્રણ-ચાર સંસ્થાઓએ નગરપાલિકામાં અરજી કરી તૈયારી બતાવી છે. જેને પગલે આગામી 26મી ઓક્ટોબરે મળનારી સામાન્ય સભામાં ક્રિકેટ સ્ટેડિયમ અને સ્પોર્ટસ કોમ્પલેક્ષના સંચાલન માટે એજન્સી રોકવાના ટેન્ડરની શરતો નક્કી કરી આખરી નિર્ણય લેવામાં આવશે.

નગરપાલિકાની સાધારણ સભા તા.26મીએ સવારે 11 વાગે નગરપાલિકાના સભાખંડમાં મળનાર છે. જેના એજન્ડામાં કુલ 67 કામોને આવરી લેવાયા છે. જેમાં બિલાડીબાગ સામે અટલ મલ્ટીપર્પઝ સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને ક્રિકેટ સ્ટેડિયમના સંચાલન માટે એજન્સી રોકવા ટેન્ડરિંગની શરતો નક્કી કરવાનું કામ આવરી લેવાયું છે. જ્યારે પાછલા વર્ષોના બાકી વેરાની વસુલાત માટે ઇજારો આપવાનો પરામર્શ કરી સભામાં નિર્ણય લેવાશે.

66 કામોમાં સૌથી વધુ 49 બાંધકામ શાખાના
સભામાં સૂચવાયેલા 66 કામો પૈકી સૌથી વધુ 49 કામો બાંધકામ શાખાના છે. જેમાં વરસાદી પાણીની લાઇન, સીસી રોડ સહિતના કામોનો સમાવેશ થાય છે. ઉપરાંત, સેનેટરી, વેરા શાખા, સ્ટ્રીટલાઇટ, ભૂગર્ભ ગટર, વોટરવર્કસ, હિસાબી, ઓએસ, અર્બન લાઇવલીહુડ મિશન શાખાના કામોનો એજન્ડામાં સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...