સફળ ખેતી:લીંચના ખેડૂતે 2 વીઘામાંથી 245 મણ ચીકોરીનું ઉત્પાદન કરી મેળવી 1.52 લાખની કમાણી કરી

નંદાસણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરંપરાગત ખેતી છોડી ખેડૂતી બાગાયતી ખેતી કરી નવો રાહ ચિંધ્યો

મહેસાણા જિલ્લાના લીંચ ગામના ખેડૂતો ફૂલો, શાકભાજી અને નવીન ખેત પધ્ધતિ અપનાવી પોતાના પંથકમાં આગવી ઓળખ ઉભી કરી છે. હાલમાં લીંચના ખેડૂતે ચીકોરીની નવી ખેતી કરી પોતાના પંથકમાં આગવી ઓળખ ઉભી કરી છે.

મહેસાણાના લીંચના ખેડૂત ભીખાભાઈ ત્રિભોવનદાસ પટેલે સવા બે વીઘામાં ચીકોરીની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું છે. એક વીઘામાં 250 ગ્રામ બિયારણ પુંખવામાં આવે છે. ત્યારબાદ 55 દિવસે પાણી આપવાનું હોય છે. અને પછી 33 દિવસે અને ત્યારબાદ રેગ્યુલર પાણી આપવાનું રહે છે. પાક તૈયાર થઇ જતાં તેની ઊપરનુ ઘાસ પણ ભેંસોને ખાવા માટે ઉપયોગમાં આવે છે. જ્યારે નીચેનો ભાગ હોય તેને સુકવીને તેના ટુકડા કરી માર્કેટમાં લઈ જવામાં આવે છે. આ ઉપરાંત સવા બે વીઘામાંથી 245થી વધારે મણ ઉત્પાદન મેળવી રૂપિયા 1 લાખ 52 હજારથી વધારે વળતર મેળવ્યું છે.

ભીખાભાઈએ જણાવ્યું છેલ્લા બે-ત્રણ વર્ષથી ચીકોરીની ખેતી કરું છું અને બીજી ખેતી કરતાં સારી એવી આવક મેળવી રહ્યો છું. વિસનગર અને ગોઝારીયા જેવા માર્કેટમાં વેચાણ કરીએ છીએ. 61 કિલોનો અંદાજીત ભાવ રૂ.1900 મળે છે. અને એક વીઘામાંથી અંદાજિત 120 મણ ઉત્પાદન મળે છે. મારે સવા બે વીઘામાંથી 245 મણથી વધારે ઉત્પાદન મળ્યું છે. જેની કિંમત રૂ.1.52નું વળતર મળ્યું છે.

ગામસેવક ઉષાબેન ચાવડાએ જણાવ્યું હતું કે લીંચ તથા આજુબાજુ ગામડાના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરી ઓછા ખર્ચે સારી એવી આવક મેળવી રહ્યા છે. હાલમાં ખેડૂતો ગુલાબના ફૂલો અને શાકભાજીની ખેતી કરે છે. ખેડૂતો સાથે મિટિંગ કરી ગાય આધારિત બાગાયતી ખેતી વિશે માહિતી આપીએ છીએ. લિંચના ભીખાભાઈ પટેલે હાલમાં ચીકોરીની ખેતી કરી પંથકમાં નવો રાહ ચિંધ્યો છે. ગત વર્ષે ભીખાભાઈ પટેલે તુલસીની ખેતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...