તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપહરણ:લગ્ની લાલચ આપી વડનગરમાંથી યુવતીને ભગાડી જનાર પ્રેમી રાધનપુરમાંથી ઝડપાયો

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્નિકલ સર્વેલન્સ આધારે પોલીસે પ્રેમીને ઝડપી પાડ્યો
  • મહેસાણા પોલીસે યુવતીને તેના પરિવારજનોને સોપી

મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી યુવતીઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જવાની ઘટનો પ્રકાશમાં આવી રહી છે. જેમાં માસૂમ યુવતીઓ ભોગ બની રહી છે. વડનગરમાં પણ યુવતીનું અપહરણ કરી ફરાર થયાની ફરિયાદ વડનગર પોલીસ મથકમાં નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે આરોપી પ્રેમીને ઝડપી યુવતીને તેના કબ્જામાંથી છોડાવી હતી. બીજા કેસમાં વિજાપુર થોડા દિવસ અગાઉ તાલુકામાં સગીરવયની કિશોરીને અપહરણ કરી લગ્નની લાલચ આપી ભગાડી જવાનો ગુનો ભગાડી જનાર યુવક અને તેના પિતાને જિંલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા.

વડનગરની ઘટનામાં શહેરના કેસીમ્પા અને મૂળ રાધનપુરના સબદલપુરનો ઠાકોર અશોક વસરામજી યુવતીને લલચાવીને અપહરણ કરી ભગાડી જવાની ઘટના બની હતી. ત્યારબાદ યુવતીના પરિવારજનોએ વડનગર પીલીસ મથકમાં યુવક પ્રેમી સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે મહેસાણા એસ.ઓ.જી પોલીસે આ અપહરણ કરીને ફરાર થયેલા યુવાનને ઝડપવા માટે ટેક્નિકલ સર્વેલન્સ તેમજ ખાનગી માહિતી એકત્રિત કરી ઝડપી લેવા માટે કામગીરી શરૂ કરી હતી.

પોલીસને ટેક્નિકલ સર્વેલન્સ અને ખાનગી માહિતી મળી હતી કે, યુવતીને લઈને ફરાર થયેલો યુવાન રાધનપુરના કમલપુર રામેશ્વરમાં છે. જેથી પોલીસે સ્થળ પર જઈને ભોગ બનનાર યુવતીને છોડાવી હતી. તેમજ યુવાનને વધુ કાર્યવાહી માટે વડનગર પોલીસ મથકે લાવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...