ચોરી:સતલાસણાના વાવની ગૌરવ રેસીડેન્સીમાં એક જ રાતમાં ત્રણ મકાનોનાં તાળાં તૂટ્યાં

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લગ્ન પ્રસંગમાં ગયેલા સ્કૂલ સંચાલકના ઘરમાં રૂ.21 હજારની ચોરી

સતલાસણા તાલુકાના વાવ ગામે ધરોઇ રોડ પર આવેલી ગૌરવ રેસીડેન્સી નામની સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ ત્રણ મકાનનાં તાળાં તોડ્યા હતા. જેમાં સ્કૂલ સંચાલકના મકાનમાંથી રૂ.20 હજારની રોકડ મળી રૂ.21 હજારની મત્તા ચોરાઇ હોવાની ફરિયાદ નોંધાઇ છે.

વાવના ધરોઇ રોડ પર ગૌરવ રેસીડેન્સીમાં રહેતા દિલીપકુમાર પોપટભાઈ પટેલ ખાનગી સ્કૂલનું સંચાલન કરે છે. ગઈ 23 જુલાઈએ તેઓ પરિવાર સાથે મકાન બંધ કરી વતનમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. ત્યારે તેમના પડોશીનો ફોન આવ્યો હતો કે તમારા મકાનના દરવાજાનું તાળું તૂટેલું છે.

દિલીપકુમારે પરત આવીને જોતાં મકાનમાં તિજોરીનો સામાન વેરવિખેર પડ્યો હતો તેમજ પલંગ નીચે મુકેલા રૂ.20 હજાર રોકડા, બે સ્કૂલબેગ અને એક ઈસ્ત્રી સહિતનો સામાન ચોરી થયો હોવાનું જણાયું હતું. દિલીપ પટેલે સતલાસણા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...