ચોરીનો નિષ્ફળ પ્રયાસ:ઊંઝામાં આવેલી કેનરા બેંકના તાળા તૂટ્યા, ચોરોના હાથમાં કઈ ન આવ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંક નો બધો સામાન અસ્ત વ્યસ્ત કરી ચોરો પરત ફર્યા

મહેસાણા જિલ્લામાં મહેસાણા શહેર અને કડી, બાદ ઊંઝામાં પણ ચોરો બેફામ બન્યા છે. ઊંઝા ખાતે આવેલી કેનરા બેંકમાં અજાણ્યા ઈસમોઓ તાળા તોડી બેંકમાં પ્રવેશ કર્યો હતો. જોકે, ચોરોના હાથમાં કઈ ન આવતાં ચોરો ત્યાંથી ફરાર થયા હતા. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં મકતુંપુર ખાતે આવેલી કેનરા બેંકમાં રાત્રે એક વાગ્યાના આસપાસ અજાણ્યા ઈસમો કેનરા બેંકનો મેન ગેટ પર લાગેલા તાળા તોડી બેંકમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં બેંકમાં પડેલો સમાન અસ્ત વ્યસ્ત કર્યો હતો. જોકે, ચોરોને બેંકમાંથી કોઈ ચીઝ ન મળતા ચોરો ફરાર થયા હતા.

સમગ્ર મામલે બેંક મેનેજરને જાણ થતાં બેંકમાં દોડી આવ્યા હતા અને તપાસ કરી હતી. તપાસ દરમિયાન બેંકમાંથી કોઈ ચીઝ ચોરાઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે ઊંઝા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી હતી. તેમજ બેંક મેનેજરે અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...