તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકશાન:વાવાઝોડામાં ખાંભેલ, ચડાસણામાં પતરાં ઊડ્યાં

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા  પવન સાથેના વરસાદમાં બહુચરાજીના ખાંભેલમાં મકાનના પતરાં ઉડ્યા - Divya Bhaskar
મહેસાણા પવન સાથેના વરસાદમાં બહુચરાજીના ખાંભેલમાં મકાનના પતરાં ઉડ્યા
  • શુક્રવાર રાત્રે ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં એક પશુને ઇજા
  • છેલ્લા 24 કલાકમાં મહેસાણામાં 19, કડીમાં 12 અને બહુચરાજીમાં 3 મીમી વરસાદ

મહેસાણા જિલ્લામાં શુક્રવાર રાત્રે ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં મહેસાણામાં પોણો ઇંચ, કડીમાં અડધો ઇંચ અને બહુચરાજીમાં 3 મીમી નોંધાયો હતો. વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનના કારણે બહુચરાજી તાલુકાના ખાંભેલ અને ચડાસણા ગામે એક-એક મકાનનાં પતરાં ઉડ્યાં હતાં, જેમાં એક ભેંસ ઘવાઇ હતી. જ્યારે મહેસાણા શહેરના ગાંધીનગર લીંક રોડ પર જય બંગ્લોઝમાં રાત્રે લાઇટો ડૂલ થતાં રહીશોને આખી રાત અંધારામાં પસાર કરવી પડી હતી.

વરસાદની સ્થિતિ (મીમી)

તાલુકોઅગાઉઆજનોકુલ
બહુચરાજી8311
કડી01212
ખેરાલુ10010
મહેસાણા01919
વડનગર10010
વિજાપુર10010
વિસનગર 0000
સતલાસણા13013
ઊંઝા000
જોટાણા000
સરેરાશ5.13.48.5
અન્ય સમાચારો પણ છે...