નિર્ણય કરાશે:તાવડિયા રોડ પરના તળાવને પિકનિક સ્થળ બનાવવા પાલિકા હસ્તક લેવાશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટરની મંજૂરી લઇ આસપાસનાં દબાણો દૂર કરી વિકાસ કરવા તૈયારી
  • સરકારી તળાવનો વિકાસ કરવા 26મી તારીખે મળનારી સામાન્ય સભામાં નિર્ણય કરાશે

મહેસાણા શહેરમાં તાવડિયા રોડ પર આવેલા સરકાર હસ્તકના તળાવને ડેવલપ કરવા નગરપાલિકાએ તૈયારી હાથ ધરી છે. આ વિસ્તારમાં ખૂબ દબાણો થયા હોઇ તેમજ અસામાજિક તત્વો દ્વારા સ્થાનિક રહીશોને હેરાનગતિ કરાતી હોઇ દબાણો દૂર કરી તળાવનો વિકાસ કરવા બાંધકામ સમિતિના ચેરમેન દિપકભાઇ પટેલે સૂચન કર્યું છે. આ તળાવ સરકારી હોઇ જિલ્લા કલેક્ટરથી મંજૂરી મેળવી પાલિકા દ્વારા ડેવલપ કરવા અંગે તા. 26મીએ મળનારી નગરપાલિકાની સામાન્ય સભામાં પરામર્શ કરી નિર્ણય લેવામાં આવશે.

આ અંગે નગરપાલિકા વોર્ડ નં.3ના કોર્પોરેટર અને બાંધકામ ચેરમેન દિપકભાઇ પટેલે કહ્યું કે, તાવડિયાના સરકારી તળાવમાં અસામાજિક તત્વોએ દબાણો કર્યાં છે, આ જગ્યાએથી દબાણો દૂર કરવા જોઇએ. આ તળાવ પાલિકાને સોંપવામાં આવે તો તળાવ ડેવલપ કરી શકાય અને વિસ્તારના રહીશોને પિકનિક પોઇન્ટ મળી રહે. આ માટે પાલિકાની સભામાં પરામર્શ કરી દરખાસ્ત કરીશું. પમ્પિંગ સ્ટેશનોમાં વધુ ક્ષમતાના ટ્રાન્સફોર્મર, એચટી લાઇન નાંખવા રજૂઆત કરાઇ બિલાડી બાગ સ્થિત ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશનમાં વધુ લોડના કારણે વારંવાર મોટર બળી જતી હોઇ નવિન પમ્પિંગ સ્ટેશન બનાવાઇ રહ્યું છે.

વીજ પાવર 140 એચપી ઉપર થતો હોઇ બાગમાં એચટી વીજ કનેક્શન માટે નવું ટ્રાન્સફોર્મર, સ્ટ્રક્ચરનું રૂ.17.79 લાખનું કામ એજન્ડામાં લેવાયું છે. જ્યારે મહાશક્તિ સમ્પ તથા સિટી ફીડરમાં નવું પમ્પિંગ સ્ટેશન બનાવેલું હોઇ ટ્રાન્સફોર્મરની ક્ષમતા ઓછી પડતી હોઇ વધુ ક્ષમતાના ટ્રાન્સફોર્મર અને સાધનો માટે રૂ. 57.08 લાખ ખર્ચ અંદાજાયો છે.

અન્ય સમાચારો પણ છે...