તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર કહે તે પહેલા સાવધાની:મહેસાણાના તળેટી ગામે લોકોને કોરોના સંક્રમણથી બચાવવા કોવિડ સેન્ટર ખોલી દીધું

મહેસાણા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોરોના સંક્રમિતોને શોધવા ટેસ્ટિંગ શરૂ કરાયું તમામ મોનિટરિંગ ગામના 20 યુવકોની ટીમ દ્વારા કરાય છે. - Divya Bhaskar
કોરોના સંક્રમિતોને શોધવા ટેસ્ટિંગ શરૂ કરાયું તમામ મોનિટરિંગ ગામના 20 યુવકોની ટીમ દ્વારા કરાય છે.
 • સરકાર મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કરે તે પહેલાં જ ગ્રામજનોએ ગામને કોરોના મુક્ત બનાવવાની શરૂઆત કરી દીધી
 • પહેલું મોત થતાં જ ચેતી ગયેલા ગામે નાસકેન્દ્ર અને ઓક્સિજન બેડ સાથે કોવિડ સેન્ટર ઊભું કરી દીધું, તમામ 15 સંક્રમિતો સ્વસ્થ થયા
 • ગામ લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટે પ્રાથમિક શાળામાં જ 5 ઓક્સિજન બેડ સાથે કોવિડકેર સેન્ટર ઊભું કરી દીધું

મહેસાણાને અડીને આવેલું તળેટી ગામ કોરોનાને લઇ એકદમ સાવધ છે. કોરોનાથી પહેલી વ્યક્તિનું મૃત્યુ થતાં જ ચેતી ગયેલા ગામે ટ્રીપલ ટી એટલે કે ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર કામ શરૂ કરી દીધું. કોરોનાના નાશ માટે નાસ કેન્દ્ર બનાવ્યું, તો ઓક્સિજનની તંગી વચ્ચે કોઇનો જીવ ન જાય તે માટે પ્રાથમિક શાળામાં જ 5 ઓક્સિજન બેડ સાથે કોવિડ કેર સેન્ટર ઊભું કરી દીધું. પરિણામ સ્વરૂપ છેલ્લા મહિનામાં સંક્રમિત થયેલા તમામ 15 લોકો આજે સ્વસ્થ છે.

ગામમાં નાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું
આટલેથી નહીં અટકતાં હવે કોરોના સંક્રમિતોને શોધવા ગામમાં જ ટેસ્ટિંગ શરૂ કરાયું છે અને તમામ મોનિટરિંગ ગામના 20 યુવકોની ટીમ કરી રહી છે. નાસ કેન્દ્રમાં 80 લિટર પાણી તપેલામાં ભરીને તેમાં 30 જેટલી ઔષધિઓ નાંખી ઉકાળીએ છીએ. સવારે 9 થી 12 અને સાંજે 5 થી 7માં લોકો નાસ લઇ રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં શહેરોને સમાંતર ગામડાંમાં પણ કોરોના સંક્રમણ પ્રસરી ચૂક્યું છે, ત્યારે સરકારે 1લી મે ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યમાં કોરોના મહામારીને નાથવા મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કર્યુ છે, ત્યારે તળેટી ગામ પહેલાંથી જ ગામમાં જરૂરી સુવિધા ઊભી કરી ચૂક્યું છે.

કોરોનાના નવા કેસ શોધવા ગામમાં જ કેમ્પ કરાયો
કોરોનાથી બચવા ડૉક્ટરો નાસ લેવા સૂચન કરે છે, ત્યારે ગામલોકોને એક જ જગ્યાએ આ સુવિધા મળી રહે તે માટે નાસ કેન્દ્ર બનાવી 30 જેટલી ઔષધીઓનો ઉપયોગ કરી ખાસ કેબિનમાં નાસ લઇ શકાય તેવી વ્યવસ્થા કરાઇ છે. 45 થી 80 વર્ષ સુધીના 85 ટકા લોકોનું રસીકરણ પૂરું થઇ ચૂક્યું છે. નવા કેસ શોધવા ગામમાં જ કેમ્પ કરતાં 4 વ્યક્તિને ચેપ જણાતાં હોમ આઇસોલેટ કરી મોનિટરિંગ કરાઇ રહ્યું છે. - પીનાબેન પટેલ, સરપંચ

દર્દીને ગામમાં જ ઓક્સિજન મળી રહે છે
ગામના કપુરજી ઠાકોર નામના વૃદ્ધને 70 ટકા ઓક્સિજન રહેતું હોઇ મહેસાણામાં અનેક દવાખાના ફરવા છતાં બેડ ન મળતાં અમે ઓક્સિજનની બોટલ, રેગ્યુલેટર, ફલોમીટર વગેરે ભેગા કર્યાં અને ડૉ. ધીરેન પટેલના માર્ગદર્શનથી ઓક્સિજન સારવાર મળી રહેતાં તેઓ સ્વસ્થ છે. ગામમાં જ આઇસોલેશન રૂમ હોવાથી દવાખાનામાં બેડ ન મળે ત્યારે દર્દીને ગામમાં જ ઓક્સિજન મળી રહેતાં તેનો જીવ બચાવી શકાશે. - હરેશભાઇ પટેલ, ગામના અગ્રણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો