રસ્તા જોખમી:કડીના કૈયલ-શેઢાવી રોડ બિસ્માર હોવાથી વાહનચાલકો પરેશાન

નંદાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તંત્ર દ્વારા રોડ રસ્તાનું રીપેરીંગ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. - Divya Bhaskar
તંત્ર દ્વારા રોડ રસ્તાનું રીપેરીંગ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

કડી તાલુકાના કૈયલ-શેઢાવી રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. આંબલીયાસણમાં મોટું બજાર હોવાથી ત્યાં અનાજ માર્કેટ અને શાકમાર્કેટના કારણે આ રસ્તાનો વાહન ચાલકો વધુ ઉપયોગ કરે છે.

રેલવેના પુલનું તથા રેલ્વે ની નવી લાઇનના પાટા નાખવા માટે કૈયલ શેઢાવીનો જૂનો રોડ તોડી ડાયવર્ઝન આપી નવો રોડ બનાવવામાં આવ્યો હતો.જે હાલમાં બિસ્માર હાલતમાં છે. કૈયલ શેઢાવી રેલવે સ્ટેશનથી ગરનાળા સુધીના રોડ ઉપર ખાડા પડી ગયા છે અને હાલમાં વરસાદી પાણી ભરાતાં રસ્તા પર વાહન ચલાવવું જોખમી બન્યું છે.

અવારનવાર વાહનોમાં પંચર પડવા તથા દ્વિચક્રીય વાહનો સ્લીપ ખાઇ જવાના બનાવો બનતા હોય છે. ગરનાળા આગળ મોટા ખાડા પડેલા હોવાથી તેમાં પાણી ભરાતા કીચડ થતાંપસાર થતા ઉંટલારી, રિક્ષા અને દ્રીચક્રીય વાહનો ફસાઇ જાય છે અને કોઇ મોટી દૂર્ઘટના બને તે પહેલા તંત્ર દ્વારા રોડ રસ્તાનું રીપેરીંગ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...