પંતગોત્સવ:સોમવારે વડનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે, આરોગ્યમંત્રી હાજર રહેશે

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ પ્રવાસન અને યાત્રાધામનાં સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે.8 જાન્યુઆરીએના રોજ રાજ્ય કક્ષાના પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે .ત્યાર બાદ 9 જાન્યુઆરીએ વડોદરા અને વડનગર, 10 જાન્યુઆરીએ કેવડિયા કોલોની-નર્મદા અને દ્વારકા, 11 જાન્યુઆરીએ સુરત અને સોમનાથ, 12 જાન્યુઆરીએ રાજકોટ અને ધોલેરા તેમજ 13 જાન્યુઆરીએ સફેદ રણ-ધોરડો-કચ્છ ખાતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

09 જાન્યુઆરી સોમવારના રોજ સવારે સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે પતંગ મહોત્સવ નું આયોજન કરવામાં આવશે.ઐતિહાસિક નગરી વડનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિમાં પતંગ મહોત્સવ યોજાશે.

ઐતિહાસિક નગરી વડનગર ખાતે યોજાનાર પતંગ મહોત્સવમાં આંતર રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગ બાજો દ્વારા કાઇટ ફ્લાઇંગ,પતંગ-દોરીના સ્ટોલ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો,હસ્તકલા બજાર,ખાણી-પાણીના સ્ટોલ સહિતના આર્કષણો વડનગરમાં છે.રાજ્યમાં તમામ સ્થળોએ G-20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 નું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...