ફરિયાદ:દીકરીને પાણી નહીં આપવા મુદ્દે દેરાણી-જેઠાણી ઝઘડ્યાં

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહુચરાજીમાં ખોડિયાર પાર્ક સોસા.નો બનાવ

બહુચરાજીના ડેડાણા રોડ પર આવેલી ખોડિયાર પાર્ક સોસાયટીમાં દીકરીને પાણી આપવા મામલે જેઠાણીએ દેરાણી સાથે ઝઘડો કરતાં પત્નીનો પક્ષ લઈ દિયર અને ભાભી વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ભાઈ અને ભાભીએ નાનાભાઈની આંગળી મરડી નાખતાં ફ્રેક્ચર થયું હતું. જે અંગે બહુચરાજી પોલીસ મથકમાં ભાઈ-ભાભી સામે ગુનો નોંધાયો છે.

ખોડિયાર પાર્ક સોસાયટીમાં જીતેન્દ્ર અરવિંદભાઈ જયસ્વાલ માતા-પિતા, ભાઈ-ભાભી અને બહેન સાથે રહે છે. ભત્રીજી કાવ્યાએ પાણી માગતાં જીતેન્દ્રની પત્ની મિત્તલબેને કામમાં છું એટલે થોડીવાર પછી આપું છું તેમ કહેતાં દેરાણી જેઠાણી વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં પત્નીનો પક્ષ લઈ જીતેન્દ્રએ ભાભી સાથે બોલાચાલી કરતાં તેના મોટાભાઈ વિજય અને ભાભી જયશ્રીબેને જીતેન્દ્રની આંગળી મરડી નાખતાં ફ્રેક્ચર થતાં ઓપરેશન કરાયું હતું. વિજય અરવિંદભાઈ જયસ્વાલ અને તેની પત્ની જયશ્રીબેન સામે ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...