તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝગડો:ખેરાલુના લુણવામાં ઘરની જાળી ખુલ્લી ​રાખવા મામલે દેરાણી-જેઠાણી ઝઘડ્યા

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેઠે છરી મારતાં દેરાણીનો જમણો ગાલ હોઠ સુધી ચિરાઇ ગયો
  • 3ને ઇજા, હુમલો કરનારા જેઠ-જેઠાણી અને સસરા સામે ફરિયાદ

ખેરાલુ તાલુકાના લુણવા ગામના રબારીવાસમાં રહેતાં સોનલબેન ફુલેશભાઇ રબારીના બાળકો નાના હોઇ જાળીનો દરવાજો ખુલ્લો નહીં રાખવા કહેતાં જેઠાણી લક્ષ્મીબેન, જેઠ લાલાભાઇ અને સસરા માવજીભાઇ ચહોલભાઇ સાથે સવારે ઘરની જાળી ખુલ્લી રાખવા મામલે ઝગડો થયો હતો. જેમાં સોનલબેનને લાકડી અને ગડદાપાટુનો માર મારતાં ખેરાલુ સિવિલમાં સારવાર કરાવી સાંજના સમયે સોનલબેન અને તેમના પતિ ફુલેશભાઇ ઘરે આવ્યા હતા.

ત્યારે સોનલબેનના બહેન અમરબેન અને ભાઇ અમીતભાઇ આવ્યા ત્યારે ઉપરના માળે રહેતાં જેઠ-જેઠાણી અને સસરા અપશબ્દો બોલી ફરી ઝગડો શરૂ કર્યો હતો. જેમાં લાલાભાઇએ સોનલબેન પર છરીથી હુમલો કરી જમણો ગાલ હોઠ સુધી ચીરી નાખી દાઢમાં ઇજા કરી હતી. તેમને ખેરાલુની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વડનગર સિવિલમાં રીફર કરાયા હતા. આ અંગે સોનલબેનના પતિ ફુલેશભાઇ, બહેન અમરબેન અને ભાઇ અમીતભાઇને મારતાં ખેરાલુ સિવિલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...