તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સાસરિયાંએ 50 હજાર માટે પૌત્ર પડાવી પુત્રવધુને કાઢી મુકી

મહેસાણા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પિયરીયાં બોલાવતા ન હોવા છતા સાસરિયાઓએ દહેજ લઇ આવવા માંગ કરી

મહેસાણામાં કુરાની ખડકીમા રહેતી 21 વર્ષની હેતલ ગુણવંતભાઇ સથવારાએ તેની જ જ્ઞાતિના જય રાજુભાઇ સથવારા સાથે વર્ષ 2018માં પ્રેમલગ્ન કર્યા હતા અને લગ્ન માટે ઘરેથી નીકળી ત્યારે તેના દાગીના અને બેંકની ચોપડી પણ સાથે લઇ ગયા હતા.લગ્ન કરીને વિહારમાં સંયુક્ત પરિવારમાં રહેતી યુવતીને પુત્રના જન્મ બાદ સાસરીયાઓ ત્રાસ આપતા હતા પરંતુ પિયરીયાઓ બોલાવતા ન હોઇ તે સહન કરતી હતી.

આ સંજોગોમાં તેઓ મહેસાણા અલગ રહેવા ગયા હતા પરંતુ લોકડાઉનના કારણે પતિને કામધંધો ન મળતાં સાસુ તેમને વિહાર તેમના ઘરે લઇ ગયા હતા અને આ સમયે તારો પતિ કંઇ કમાણી કરતો નથી તારે અહી રહેવુ હોય તો તારા પિયરમાંથી રૂ 50 હજાર લઇ આવ તેવી માગણી કરી બાળક હાથમાંથી પડાવી યુવતીને ઘરમાંથી કાઢી મુકી હતી.એક સપ્તાહ સુધી બહેનપણીઓના ઘરે રહેતી યુવતીએ તેના પિતાને ઘટનાની જાણ કરતા તેઓ તેણીને પોતાની સાથે લઇ ગયા હતા.યુવતીએ શહેર એ ડિવિજન રાજુભાઇ સથવારા,મીનાબેન સથવારા, કમલેશભાઇ ભીખાભાઇ સથવારા અને વિરલબેન કમલેશભાઇ સથવારા સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો