તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રિપલ તલાક:મહેસાણા મહિલા પોલીસકર્મીને ત્રણ વખત તલાક કહી પતિ નીકળી ગયો; 22 દિવસ પહેલાં પતિને પરસ્ત્રી સાથે જોતાં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખેરાલુ પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ટ્રિપલ તલાકની ફરિયાદ

ખેરાલુ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીને ભાભર કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજાવતો તેનો પતિ દેવામાં ડૂબી જઇ દહેજની માંગણી કરી માનસિક ત્રાસ આપતો હતો. 22 દિવસ પહેલાં ખેરાલુ ખાતે આવેલા પતિને પરસ્ત્રી સાથે જોતાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા પતિએ 3 વખત તલાક કહી પત્ની સાથે છેડો ફાડ્યો હતો. આ મામલે મહિલા પોલીસકર્મીએ પતિ વિરુદ્ધ ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

છેલ્લા કેટલાક વર્ષોથી દહેજ માગતો હતો
મહેસાણા કરીશ્મા પાર્ક સોસાયટીનાં અને હાલ ખેરાલુ પોલીસ લાઇનમાં રહેતાં સાહિનાબાનુ સૈયદનાં લગ્ન 2013માં પાલનપુર ખાતે રહેતા અને ભાભર કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજાવતા ઝાકીરહુસેન અબ્દુલરહેમાન સલાટ સાથે થયા હતા. છેલ્લા ચારેક વર્ષથી ઝાકીરહુસેન દેવામાં ડૂબી જતાં સાહિનાબાનુ પાસેથી અવાર નવાર દહેજની માંગણી કરતો હતો. જે માંગણી ન સંતોષાતાં ઝાકીરહુસેને સાહિનાબાનુને પોતાની સાથે રહેવાની ના પાડી હતી. તેમ છતાં લગ્ન ન બગડે તે માટે સાહિનાબાનુ પાલનપુર ખાતે પતિ સાથે રહેવા જતી હતી.

મહિલા પોલીસે ફરિયાદ નોંધાવી
દરમિયાન, ગત 16 મેના રોજ પતિ ખેરાલુ આવ્યો હોવાની જાણ થતાં સાહિનાબાનુ તેને મળવા ગઇ હતી. જોકે, પતિને પરસ્ત્રી સાથે જોતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ઝાકીરહુસેન તલાક તલાક તલાક કહી ત્યાંથી જતો રહ્યો હતો. આ મામલે મહિલા પોલીસ કર્મીએ બેલીફ પતિ વિરુદ્ધ આઇપીસી કલમ 498 એ અને મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...